મુંબઇ,
અભિનેતા અને વિવેચક કેઆરકે તેની ટ્વીટ્સને કારણે ચર્ચામાં રહેતો હોય છે. તે ઘણીવાર બોલિવૂડ ફિલ્મોની નિષ્ફળતા પર ટીકા કરતો દેખાઈ છે. આવી સ્થિતિમાં નેપોટીઝમ વિરુદ્ધ અભિયાન શરૂ કરનાર કેઆરકેએ આ વખતે કરણ જોહર પર ગંભીર ટિપ્પણી કરી છે. તેને કરણ જોહરની આત્મહત્યાની માહિતી આપતી ટ્વીટ્ કરી હતી.
કેઆરકેએ હાલમાં જ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે સૂત્રોના જણાવ્યા અનુસાર થોડા સમય પહેલા કરણ જોહરે તેના ઘરમાં સુસાઈડ ડ્રામા કર્યો હતો. આ બધું ’બ્રહ્મા’ના કારણે થયેલા નુક્સાનનું પરિણામ હતું. આવી સ્થિતિમાં મુકેશ અંબાણીએ તેમને ૩૦૦ કરોડની લોન આપી હતી.
કેઆરકેએ કરણ જોહરને પૂછ્યું છે કે તે આખી દુનિયાને કેમ નથી કહેતો કે ’બ્રહ્મા’ના કારણે તે નાદાર થઈ ગયો છે. આ પહેલીવાર નથી જ્યારે દ્ભઇદ્ભ આ પહેલા પણ ઘણી વખત ’બ્રહ્મા’ના કલેક્શન પર ટ્વિટ કરી ચૂક્યો છે.કેઆરકે શરૂઆતથી કહી રહ્યો છે કે ફિલ્મનું કલેક્શન ખોટી રીતે બતાવવામાં આવ્યું છે.
કેઆરકે ’બ્રહ્મા’ના કલેક્શનના આંકડાઓને ખોટા ગણાવે છે, તો બીજી તરફ ટ્રેડ એનાલિસ્ટ્સ અનુસાર ફિલ્મનું બજેટ ૩૫૦-૪૦૦ કરોડ રૂપિયા હતું અને ફિલ્મે ૪૩૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મ રણબીર અને આલિયાના કરિયરની સૌથી મહત્વની ફિલ્મોમાંથી એક હતી.