![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2025/02/02-35.jpg)
સુરતના પુણા વિસ્તારમાં એક ગેંગરેપ વિથ રોબરીની ઘટના બની હોવાથી ચકચાર મચી જવા પામી છે. બે અજાણ્યા યુવકો ઘરમાં ઘૂસી ગયા હતા અને ચપ્પુની અણીએ ઘરમાં લૂંટ ચલાવી હતી ત્યારબાદ પતિને બંધક બનાવી યુવતી પર ગેંગરેપ આચર્યું હતું. આ અંગે પુણા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ આદરી હતી. આ અંગે ઉચ્ચ અધિકારીઓ એસીપી અને ડીસીપી સહિતના પણ દોડી ગયા હતા અને તપાસ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસે તપાસ કરતા એક સીસીટીવીમાં બે શંકાસ્પદ કેદ થઈ ગયા છે.
મળતી માહિતી પ્રમાણે પુણા વિસ્તારમાં આવેલા ગીતાનગરમાં એક મકાનમાં રાતે દંપતી ઘરે હાજર હતું. દરમિયાન બે અજાણ્યા ઈસમો ઘરમાં ઘૂસી પતિને બંધક બનાવી લીધો હતો અને ચપ્પુની અણીએ ઘરમાં લૂંટ ચલાવી હતી. એટલું જ નહીં પણ લૂંટ ચલાવ્યા બાદ ઘરમાં બંધક બનાવવામાં આવેલી યુવતી પર ગેંગરેપ આચરવામાં આવ્યું હતું. પતિને નીચે બંધક બનાવી પત્નીને ધાબા પર લઈ જઈ બંને યુવકે વારાફરતી ગેંગરેપ આચર્યું હતું ત્યારબાદ બંને ઈસમો ફરાર થઈ ગયા હતા. આ અંગે સવારે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પુણા પોલીસ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ કરવામાં આવી છે.
![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2025/02/01-57.jpg)
આલોક કુમાર (ડીસીપી)એ જણાવ્યું હતું કે, બે ઇસમો દ્વારા લૂંટ અને ગેંગરેપની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ભોગ બનેલી યુવતીના જણાવ્યા પ્રમાણે, એક સિલ્વર બ્રેસલેટ અને 30 હજારની ચપ્પુની અણીએ લૂંટ કરી હતી ત્યારબાદ ગેંગરેપ આચરવામાં આવ્યું હતું. સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે સાથે મળીને સીસીટીવી સહિતના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ આરોપીઓને ઝડપથી ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
વધુમાં જણાવ્યું હતું કે, પતિ-પત્ની બંને ઘરમાં હાજર હતા ત્યારે રાત્રે 3 વાગ્યા આસપાસ બંને અજાણ્યા શખ્સો ઘરે ઘૂસી આવ્યા હતા અને ચપ્પુની અણીએ પતિને બંધક બનાવી લીધો હતો. નીચે પતિને બંધક રાખ્યો હતો અને ધાબા પર પત્નીને લઈ ગયા હતા અને બંને યુવકોએ વારાફરતી ગેંગરેપ આચર્યું હતું. આ સાથે જ જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. જેથી પતિ પત્ની ડરી ગયા હતા અને સવારે હિંમત કરીને ફરિયાદ નોંધાવા આવ્યા હતા.
લૂંટ સાથે ગેંગરેપની ઘટના બનવાના પગલે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ સાથે જ ઉચ્ચ અધિકારીઓ સહિતના એ તપાસ કરી હતી. આ સાથે જ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફરિયાદી મહિલા પણ શંકાના દાયરામાં હોવાથી તેની પણ ઉલટ તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે સીસીટીવીમાં બે શંકાસ્પદ પણ કેદ થઈ ગયા છે.