જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દાહોદ દ્વારા દિવ્યાંગ જનો નું સન્માન કરી આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી

દાહોદ,

દાહોદના છાપરી ગામ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દાહોદ દ્વારા આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસે દિવ્યાંગ જનો પ્રશાંત વાસ્તવ અને સલમાન જાડાનું તેઓના કાર્યને ધ્યાને લઈ શાલ અને પુષ્પમાળાઓ દ્વારા સન્માન કરાઇ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નાં કાર્યો ની જાણકારી અપાઈ હતી. કાર્યક્રમમાં સામાજિક કાર્યો સાથે સંકળાયેલા જીતેન્દ્ર ઠાકુર, જયદીપ ગેલોટ, દીશાંગ માળી ઉપસ્થિત રહી કાર્યક્રમ ની શોભા વધારી હતી.

સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનો અને યુવતીઓને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દાહોદના પેરા લીગલ વોલિયન્ટર હીરાલાલ સોલંકી એ દિવ્યાંગજનો પ્રત્યે કરૂણા, આત્મસન્માન અને જીવનને બેહતર બનાવવા સમર્થન અને સહયોગ બંને મળે તેવા શુભ આશયથી સંકલ્પ પણ લેવડાવ્યો હતો.

પ્રાસંગિક પ્રવચનમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દાહોદના પેરા લીગલ વોલિયન્ટર હીરાલાલ સોલંકી એ દિવ્યાંગજનો પ્રત્યે વ્યવહારમાં જાગરૂકતા લાવવા આવા કાર્યક્રમ કરાય છે, તેમ જણાવ્યું હતું.

કાર્યક્રમની વ્યવસ્થા જેન્તી નિનામા, પ્રદીપ રાઠોડ અને સ્નેહલ નાગોરીએ કરી હતી. કાર્યક્રમમાં 100 વધુ યુવક, યુવતીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.