![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2025/02/02-18.jpg)
છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલા સરપંચના પતિએ સરકારી આવાસ યોજનાનો લાભ અપાવવાના બહાને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. યુવતીને ડોક્યુમેન્ટ સાથે ઘરે બોલાવી અને બીજા માળે લઈ જઈ બાથ ભરી બળજબરીપૂર્વક કુકર્મ આચર્યું અને જો કોઇને કહેશે તો જાનથી મારી નાાખવાની ધમકી પણ આપી હતી.
આરોપી મનોજ નાથાભાઈ સોલંકીએ પીડિતા મહિલાને ઘરવેરાની પાવતી અને આવાસ યોજનાના કાગળો માટે પોતાના ઘરે બોલાવી હતી. તેમણે મહિલાને તલાટી પણ હાજર હોવાનું જણાવ્યું હતું. જો કે, મહિલા ઘરે પહોંચી ત્યારે ત્યાં માત્ર આરોપી જ હાજર હતો. આરોપીએ મહિલાને કાગળો પર સિક્કા લગાવવાના બહાને ઉપરના માળે આવેલા રૂમમાં લઈ ગયો હતો. રૂમમાં લઈ ગયા બાદ આરોપીએ દરવાજો બંધ કરી દીધો હતો અને મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરી હતી. મહિલાના ઇનકાર છતાં આરોપીએ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પીડિતા મહિલાએ ઘરે જઈને તેના ભાભીને આ અંગે જાણ કરી હતી. ત્યાર બાદ સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં આરોપી મનોજ સોલંકીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
ઘટના અંગે મળતી માહિતી મુજબ, મહિલા સરપંચના પતિને યુવતીને આ બાબતે જરૂરી કાગળ લઇને પોતાના ઘરે આવવા ફોન કરીને જણાવ્યું હતું અને તલાટી પણ તેઓની સાથે જ હશે તેમ કહીને યુવતીને ફોન કરીને ઘરે બોલાવી હતી. પરંતુ મહિલાએ પોતાની પાસે ઘરવેરાની પાવતી ન હોવાનું જણાવતાં સરપંચ પતિએ વેરો પોતે ભરાવી દેશે તેવું કહ્યું હતું.
![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2025/02/01-31.jpg)
ફોન આવતાં યુવતી સરપંચના પતિના ઘરે ગઈ હતી. ત્યારે, ત્યાં જઈને જોતાં તલાટી કે અન્ય કોઈ હાજર ન હતા. ફક્ત સરપંચના પતિ મનોજ નાથાભાઈ સોલંકી હાજર હતા. મહિલા ઘરે પહોંચતા સરપંચ પતિ મનોજ સોલંકીએ મહિલાને ‘જરૂરી કાગળો લઇને ઉપરના માળે ચાલો ત્યાં તમારો વેરો ભરવાના કાગળ અને આવાસના કાગળોમાં સિક્કા કરી આપુ છું’ તેમ કહ્યું હતું.આરોપી યુવતીને ઉપરના માળે રૂમમાં લઈ ગયો હતો. જ્યાં સરપંચ પતિ મનોજ સોલંકીએ કાગળ બતાવવાનું કહીને રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. જે બાદ કહ્યું કે, હું તમારો ઘરવેરા પણ ભરી દઈશ અને આવાસ પણ મંજૂર કરાવી દઈશ, પણ તમારે મારી સાથે સંબંધ રાખવો પડશે. તેમ કહીને મહિલાને બાથ ભરીને શારીરિક અડપલાં કર્યા હતા અને બિભત્સ માંગણી કરી હતી. જેથી મહિલા ગભરાઈ ગઈ હતી.
મહિલાએ ના પાડતાં મનોજ સોલંકીએ મહિલાની મરજી વિરુદ્ધ બળજબરીથી રૂમમાં પડેલા પલંગ ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યાર બાદ કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યાર બાદ મહિલા પોતાના ઘરે જઈને તેના ભાભીને જાણ કરી હતી. જે બાદ સંખેડા પોલીસ સ્ટેશને સરપંચના પતિ મનોજ સોલંકી વિરૂદ્ધ ફરિયાદ કરતાં પોલીસે મનોજ સોલંકી વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
છોટા ઉદેપુર એ.એસ.પી. ગૌરવ અગ્રવાલે જણાવ્યું હતું કે, 4 ફેબ્રુઆરીના દિવસે છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા પોલીસ સ્ટેશનમાં એક બળાત્કારનો ગુનો રજીસ્ટર થયો છે. એ ગુનાના બનાવમાં ફરિયાદીએ ફરિયાદ આપી છે કે, એમના ગામના સરપંચ જે એક મહિલા છે. તે મહિલા સરપંચના પતિને એમને એક આવાસ યોજનાને લઇને તેમના ઘરે બોલાવ્યા અને એમને કહ્યું કે, તમારા કાગળ આવીને લઇ જાઓ અને આવાસ માટે જે ઘરવેરા પાવતીની જરૂર છે એ હું મારા ઘરે કરી દઈશ. એ સમયે સરપંચના પતિ ઘરે એકલા હતા અને જે મહિલા છે તે પણ એકલી કાગળ લઈને એના ઘરે ગઈ હતી. સરપંચના પતિએ મહિલા સાથે કાગળ બનાવવા માટે શારીરિક સંબંધ બનાવવાની વાત કરી. ત્યારે મહિલાએ ના પાડી, એટલે સરપંચના પતિ છે તેણે જબરજસ્તી મહિલા ઉપર બળાત્કાર કર્યો હતો. એને લઇને સંખેડા પોલીસ સ્ટેશને ફરિયાદ રજીસ્ટર થઈ છે. આરોપીની અટક કરી લેવામાં આવી છે અને આરોપીને છોટા ઉદેપુર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.