![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2025/02/01-27.jpg)
ગાંધી આશ્રમ : 1917માં મોટા ગજાના નેતા મામા ફડકે, મૌલાના આઝાદ, બાબુ રાજેન્દ્ર પ્રસાદ, ઠક્કરબાપા સહિત ટોચના નેતાઓને ગોધરાના ગાંધી આશ્રમમાં બોલાવી અસ્પૃશ્યતા નિવારણ માટે મહાસભાનું આયોજન કરાયું હતું. આ જ ગાંધી આશ્રમમાં અંગ્રેજો સામે ગાંધીજીએ ભારત છોડોની ચળવળની શરૂઆત કરી હતી. પૂજ્ય ગાંધી બાપુ અને લોહપુરુષ સરદાર પટેલની પ્રથમ મુલાકાત ગાંધી આશ્રમ ખાતે થઇ હતી. જુની પ્રાંત કચેરી :
ગોધરા શહેરમાં આવેલી હાલ જૂની પ્રાંત કચેરી હતી, ત્યાં પહેલા કોર્ટ હતી. આ કોર્ટમાં સરદાર પટેલ વકીલાત કરતા હતા. ઇસ 1900ની સાલથી ડિસ્ટ્રિક્ટ લીડર તરીકે પોતાની કેરિયરની ગોધરાથી શરૂઆત કરી હતી. પોતાની વકીલાત તરીકેનો પ્રથમ કેસ ગોધરાની આ કચેરીમાં લડ્યા હતા. મોરારજી દેસાઇની ડે.કલેકટર વખતની ઓફિસ : વર્ષ 1926માં સ્વ મોરારજી દેસાઇને પંચમહાલ જિલ્લાનો હવાલો અપાયો હતો. અંગ્રેજ હકૂમત વખતે સમાવેશ બોમ્બે સ્ટેટ સાથે સંકળાયેલા જિલ્લામાં નાયબ કલેકટર તરીકે વહીવટ સંભાળતા હતા. 1927-28ના ગોધરા રમખાણોના કારણે તેમને ડેપ્યુટી કલેક્ટરનું પદ છોડીને રાજકરણમાં આવ્યા બાદ વર્ષ 1977 માં વડા પ્રધાન બન્યા હતા.
![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2025/02/02-15.jpg)
![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2025/02/03-7.jpg)