છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઇ આજે સવારથી ઉમેદવારોનો ફોર્મ ભરવા માટે રાફડો ફાટ્યો હતો. બસપા આપ કોંગેસ અને ગુજરાત સર્વ સમાજ પાર્ટી સમાજવાદી પાર્ટી અને અપક્ષ મળી કુલ ૧૪૨ ઉમેદવારી ફોર્મ ભરાયા છે.છોટાઉદેપુર સેવા સદન ખાતે આજરોજ સવારથી જ અલગ અલગ રાજકીય પાર્ટીઓ અને અપક્ષો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવા માટે પોતાના સમર્થકો સાથે ઢોલ તાસા લઈ પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા. અને પોત પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતાં
16 ફેબ્રુઆરીએ યોજાનાર છોટાઉદેપુર નગરપાલિકાની ૭ વોર્ડની 28 બેઠકો માટે આજે ૧૪૨ ઉમેદવારી પત્રો ભરાયા હતા.આજે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખે સવારથી જ ઉમેદવારી ફોર્મ ભરવાની કતારો પ્રાંત કચેરી ખાતે લાગી હતી.કુલ ૭ વોર્ડની 28 બેઠકો માટે કુલ ૧૪૨ ઉમેદવારી પત્રો ભરાયા છે.સોમવારે ઉમેદવારી પત્રો ચકાસવાની તારીખ છે અને મંગળવારે ઉમેદવારી પત્રો ભરત લેવાનીવ તારીખ છે ત્યારબાદ છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારો નું ચિત્ર સ્પષ્ટ થશેદરેક ઉમેદવારો પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ આખરી નિર્ણય તો મતદાતાઓના હાથમાં છે તે એક સત્ય હકીકત છે.