ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી વર્ષોમાં થનારી ભરતીને લઈ જાહેરાતનો સંભવિત કાર્યક્રમ જાહેર કર્યો છે. GPSC દ્વારા આગામી વર્ષોમાં અલગ અલગ વિભાગોની 1751 જગ્યા પર ભરતી કરશે. જેની જાહેરાત આ વર્ષ દરમિયાન આવશે.
અલગ અલગ વિભાગોની 1751 જગ્યા માટે જાહેરાત આવી શકે GPSC દ્વારા જે 1751 જગ્યાઓ માટે આગામી સમયમાં ભરતી થનાર છે તે જગ્યાઓ માટે જાહેરાતની, પ્રાથમિક અને મુખ્ય કસોટીની સંભવિત તારીખો જાહેર કરવામાં આવી છે. સાથે GPSC તરફથી ઉમેદવારોને આ જાહેરાતો માટે સતત અપડેટ રહેવા માટે GPSCની વેબસાઈટ, ટ્વિટર કે એપ સાથે જોડાયેલા રહેવા અપીલ કરવામાં આવી છે.
પરીક્ષાર્થીઓ માટે GPSCના ત્રણ મોટા નિર્ણય GPSC(ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓ દરમિયાન ઉમેદવારો અને પરીક્ષકોને સરળતા રહે તે માટે ત્રણ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આયોગના ચેરમેન હસમુખ પટેલ દ્વારા ટ્વિટ કરી આ ત્રણેય નિર્ણયો અંગે જાણકારી આપી હતી. જે ભરતીમાં અનુભવની જરુર ન હોય તેમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકશે. આયોગમાં ઈન્ટરવ્યૂ માટે આવતા ઉમેદવારોને નાસ્તો-ભોજન આપવાનો પણ નિર્ણય કરાયો છે