નર્મદા જીલ્લા આરોગ્ય વિભાગના તાળામાં આરોગ્ય કેન્દ્રોમાં વર્ષોથી ફરજ બજાવતા 23 ડ્રાઈવરોને કાયમી કરવાના ઔદ્યોગિક જવાબ પંંચનો આદેશ

ગોધરા,

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત નર્મદા ના તાબા હેઠળ ચાલતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વર્ષોથી ફરજ બજાવતા 23 જેટલા ડ્રાઈવરોને કાયમી કરવા નામદાર ઔદ્યોગિક ન્યાયપંચ વડોદરાનો આદેશ થતાં કામદારોમાં આનંદની લાગણી.

ગાંધીનગર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત નર્મદાના તાબા હેઠળ ચાલતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વર્ષોથી ખાતાકીય કામોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા 23 જેટલા કામદારોની લાંબા સમયની નોકરી હોવા છતાં સરકારના નિયત કરેલ કોઈ પણ પરિપત્રોના લાભો આપવામાં આવતા ન હતા અને તેમની પાસે માસના પૂરા દિવસોની કામગીરી લઈ લઘુતમ વેતનધારા કરતા પણ ખૂબ જ ઓછો પગાર ચૂકવવામાં આવતો જે બાબતે આ તમામ કામદારોએ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ.ભોઈને મળી તેઓને થયેલ અન્યાય બાબતે રજૂઆત કરતા ફેડરેશને લાગતા વળગતા સરકારી અધિકારીઓને આ કામના 23 ડ્રાઇવરને સરકારના તારીખ 17/10/88 પરિપત્ર લાભો આપવા બાબતે નોટીસ પાઠવી દિન 15 તેનું સીધો અમલ કરવા જાણકારી કરે પરંતુ તેઓના તરફથી એ નોટીસો કોઈ યોગ્ય પ્રત્યુતર આપવામાં સરકાર તરફે નિષ્ફળ જતા આ વિવાદ ફેડરેશન દ્વારા નામદાર ઔદ્યોગિક પંચ વડોદરા સમક્ષ કેસ દાખલ કરે જેનો કેસ નંબર ડિમાન્ડ આઈ.ટી 189/19 પડેલા જે કેસની કાનૂની કાર્યવાહી હાથ ધરતા નામદાર ઔદ્યોગ ન્યાયપંચે બંને પક્ષકારોને સરખી તકો આપેલ આ કામે અરજદારો તરફે ફેડરેશનના પ્રમુખ એ.એસ. ભોઈ હાજર રહી નામદાર ઔદ્યોગિક ન્યાય પંચ સમક્ષ અરજદારોનો કેસ પુરવાર કરવા માટે જરૂરી દસ્તાવેજી પુરાવા રજૂ કરેલ આ બાબતની જાણ સરકારી અધિકારીઓને થતા તેઓએ આ 23 જેટલા ડ્રાઇવર ભાઈઓને તેમની નોકરીની શરતોમાં ફેરફાર કરી ગેરકાયદેસર રીતે એજન્સીઓમાં ટ્રાન્સફર કરવાની કાર્યવાહી હાથ ધરતા ફેડરેશન દ્વારા આ કામદારોની નોકરી માંથી ગેરકાયદેસર રીતે સંસ્થા કોઈપણ જાતનો ફેરફાર કરે કરાવી નહીં તે બાબતે મનાઈ અરજી દાખલ કરે તેમાં નામદાર અદાલતે ફેડરેશનને સાંભળી તાત્કાલિક અસરથી યથાવત પરિસ્થિતિ જાળવી રાખતો મનાઈ આપેલ ત્યારબાદ મૂળ ડિમાન્ડ કેસમાં પ્રમુખ એ.એસ.ભોઇ એ દલીલો કરતા ન્યાયપંચના ન્યાયાધીશ જે.એસ.પટેલે ફેડરેશનની દલીલો ગ્રાહ્ય રાખી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના 23જેટલા ડ્રાઇવર કામદાર ભાઈઓને તેમની નોકરીની દાખલ તારીખથી સમયગાળો સળંગ ગણી પાંચ વર્ષ પૂર્ણ થયી થી તેમને મળવા પાત્ર સરકારના તારીખ 17/10/88 ના પરિપત્રના લાભો આપવા માટે ચુકાદો આપતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કામદાર આલમમાં આનંદની લાગણી પ્રવૃત્તિ છે.