લુણાવાડાની મહેરુન્નીશા મસ્જિદ પરથી પોલીસ તંત્રે લાઉડ સ્પીકર ઉતારી લીધા

લુણાવાડામાં મહેરુન્નીશા મસ્જીદ ભરચક વિસ્તારમાં આવેલી છે. મસ્જીદની આસપાસ જ હોસ્પીટલ, શાળા અને હિન્દુ વસ્તી આવેલી છે. મસ્જીદ પરના લાઉડ સ્પીકરમાંથી રોજ 5 ટાઈમની નમાઝ દરમિયાન ખુબજ મોટા અવાજ આવતા આસપાસના વિસ્તારના સ્થાનિકો સહીત હોસ્પીટલોના દર્દીઓ તેમજ શાળાના બાળકોના અભ્યાસમાં ખલેલ પહોંચતી હતી. મસ્જીદના લાઉડ સ્પીકર પરથી મોટા અવાજ આવતા પોલીસને લેખિત રજુઆત કરવામાં આવી હતી. લાઉડ સ્પીકરની રજુઆત આવતા પોલીસે મસ્જીદના ટ્રસ્ટીઓને સ્પીકર બંધ કરવા જણાવ્યુ હતું. પરંતુ મસ્જીદના ટ્રસ્ટીઓએ બે ત્રણ દિવસ સ્પીકર બંધ રાખ્યા બાદ ફરીથી લાઉડ સ્પીકર ચાલુ કરી દેતા ઉચ્ચકક્ષાએ રજુઆત સ્થાનીકોએ કરી હતી.

ગૃહ વિભાગ દ્વારા પોલીસને આવેલી રજુઆતની કાર્યવાહી કરવાના આદેશ આવ્યા હતા. જેને લઇને લુણાવાડા ટાઉન પોલીસે મસ્જીદના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરીને મોટા અવાજથી હોસ્પીટલના દર્દીઓ, શાળાના બાળકો સાથે રહીશોને ખલેલ પડી રહ્યા હોવાથી સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જાહેરનામાનો ભંગ થઇ રહ્યો હોવાનું જણાવ્યું હતું. નોઈઝ પોલ્યુશનના એક્ટ મુજબ સુપ્રીમ કોર્ટની જોગવાઈઓ અનુસાર, અમુક ડેસિબલથી વધારે ઊંચા અવાજથી વગાડતા પોલીસની કાર્યવાહી કરી હતી.લુણાવાડાની મહેરુન્નીશા મસ્જીદ પર લાગેલા લાઉડ સ્પીકરને પોલીસે ઉતારીને કાર્યવાહી કરી હતી.

જાહેરનામાના ભંગ થતાં કાર્યવાહી નંદન આર્કિટેક પાસે મહેરુમ મસ્જિદ આવેલી છે.જેમાં વધારે લાઉડસ્પીકર રાખ્યા હતાં. અગાઉ વારંવાર ફરિયાદો આવતી હતી.આ બાબતે એમને જાણ પણ કરી હતી. ત્યારબાદ એક બે દીવસ અવાજ ધીમો કર્યા બાદ પાછો અવાજ વધારી દેતા હતા. એટલે સુપ્રીમ કોર્ટના આદેશ છે અને નોઇઝ પોલ્યુશનનો જે રુલ્સ અને કલેક્ટરના જાહેરનામાના ભંગના આધારે લાઉડસ્પીકર ઉતારી લેવામા આવ્યા હતા. > કમલેશ વસાવા, ડીવાયએસપી , મહીસાગર

કોર્ટના આદેશ મુજબ સ્પીકર ઉતારી દીધા છે અમારી મહેરુમ મસ્જિદમા માઇક લાગેલા હતા. જેને ઉતારવા પોલીસે અગાઉ સુચના આપી હતી. અને જાણ પર કરી હતી. એમાં કોર્ટનો આદેશ હતો.આદેશ મુતાબિત આજે માઇક ઉતારી લીધા હતા. > અબ્દુલ રહીમ, મુસ્લીમ પંચ આગેવાન,લુણાવાડા