પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણાની ચોટીલા ખાતે બદલી થતાં કહી ખુશી તો કહી ગમનો માહોલ


ગોધરા,
પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણાની ચોટીલા ખાતે બદલી કરવામાં આવી છે. જિલ્લામાં જ‚રિયાતમંદ અને ગ્રામ્ય વિસ્તારના લોકો માટે તેમની બદલીથી કર્મનિષ્ટ અધિકારીના જવાનો રંજ છે. જયારે બીજી તરફ બે નંબરીયાઓમાં આનંદ સાથે રાહત અનુભવી રહ્યા છે.

પંચમહાલ જિલ્લામાં સરકારી સસ્તા અનાજની દુકાનો તથા જીવન જ‚રિયાતની ચીજવસ્તુઓના કાળો બજાર કરતા સંચાલકોથી લઈને ગોધરા મામલતદાર કચેરીમાં સ્ટેમ્પ વેન્ડરો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા અરજદારો પાસેથી કરાતી આડેધડ લુંટને રોકવા માટે વેશ પલ્ટો કરીને કાર્યવાહી કરીને લોકોના દિલ જીતી લીધા હતા. પંચમહાલ જિલ્લાના પુરવઠા વિભાગમાં પુરવઠા અધિકારી તરીકેની ફરજ દરમિયાના ગાળામાં કર્મનિસ્ટપણે સરકારી સસ્તા અનાજની દુકાનોમાં ચાલતા કાળા કારોબાર ઉપર લગામ કસી હતી. આવા કર્મનિસ્ટ અધિકારીની બદલી થઈ છે ત્યારે જિલ્લા પુરવઠા અધિકારી તરીકેની ફરજ દરમિયાન સસ્તા અનાજની દુકાનોમાં ચાલતી લાલિયાવાડી ઉપર લગામ કસી છે જે આવનાર અધિકારી પણ ચાલુ રાખીને લોકોમાં આગવી છાપ ઉભી કરે હાલ તો જિલ્લા પુરવઠા અધિકારીની બદલીને લઈને બે નંબરીયાઓમાં છુપી રીતે ખુશી વ્યકત કરી રહ્યા છે.