કાલોલના કણેટિયા ગામે રોડ સાઈડે ખુલ્લી જગ્યામાં સુતેલ વ્યકિત પર ટ્રક ચઢાવી દેતા મોત

કાલોલ,

કણેટીયા પાસે મુંબઈ-દિલ્હી કોરીડોરની બાજુમાં રહેતો કરણપાલ લોદી રાજપુત કામ પરથી ઉતરી જમી પરવારી રોડની સાઈડમાં માથા તથા પગે ઓઢી અંધારામાં ખુલ્લી જગ્યામાં સુતો હતો તે દરમિયાન અજાણ્યા ટ્રક ચાલકે પોતાના કબ્જાની રેતી ભરેલી ટ્રકને ગફલતભરી રીતે રિવર્સમાં લેતા રોડની બાજુમાં સુતા કરણપાલ ઉપર ટ્રકના તોતિંગ ટાયર છાતી તથા કમરના ભાગે અને બંને પગ ઉપર ફરી વળતા ગંભીર ઈજાઓ થવાને કારણે ધટના સ્થળે મોત નીપજાવીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.