ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત:મોહમ્મદ શમી એક વર્ષ પછી પરત ફર્યો, બુમરાહ ટીમમાં સામેલ છતાં ગિલ વાઇસ-કેપ્ટન તરીકે જાહેર

BCCIએ શનિવારે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. રોહિત શર્મા ટીમના કેપ્ટન રહેશે અને શુભમન ગિલ વાઇસ-કેપ્ટન રહેશે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ટીમમાં તક મળી છે. ઈજાને કારણે શમી નવેમ્બર 2023 થી ટીમની બહાર હતો.

રોહિત અને ચીફ સિલેક્ટર અજિત અગરકરે વાનખેડે સ્ટેડિયમ ખાતે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટીમમાં 4 ઓલરાઉન્ડરોને સ્થાન મળ્યું છે. આ અંગે રોહિતે મીડિયાને કહ્યું કે આવા વિકલ્પો અમારા માટે સારા છે, જે જરૂર પડ્યે બોલિંગ અને બેટિંગ પણ કરી શકે છે.

જ્યારે BCCIના નવા નિયમો વિશે પૂછવામાં આવ્યું ત્યારે રોહિતે કહ્યું-

મેં ઘણું ક્રિકેટ રમ્યું છે. હું વ્હાઇટ બોલ અને રેડ બોલથી રમી રહ્યો છું. જ્યાં સુધી ડોમેસ્ટિક ક્રિકેટનો સવાલ છે, હું રણજી ટ્રોફી રમીશ.

ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન પાકિસ્તાન 4 શહેરોમાં અને UAEમાં યોજાશે. આમાં લાહોર, કરાચી, રાવલપિંડી અને દુબઈનો સમાવેશ થાય છે. ભારતીય ટીમની બધી મેચ દુબઈમાં રમાશે.

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતની ટીમ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કેપ્ટન), વિરાટ કોહલી શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, રિષભ પંત અને રવીન્દ્ર જાડેજા.