ફતેપુરાના સુખસર ગામે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા 28 વર્ષિય યુવાનનુ મોત

ફતેપુરા,

ફતેપુરા તાલુકાના સુખસરમાં અજાણ્યા વાહન ચાલકે 28 વર્ષના યુવાનને અડફેટમાં લઈ અકસ્માત સર્જતા ધટના સ્થળે જ મોત નીપજયું હતુ.

ફતેપુરા તાલુકાના મુળ મારગાળા ગામના વતની અને હાલ સુખસરના મારગાળા ક્રોસિંગ પાસે ઝાલોદ હાઈવેની બાજુમાં રહેતા ગિરીશભાઈ રજનીકાંતભાઈ ડામોર (ઉ.વ.28)ધરેથી નીકળી નદી બાજુ કુદરતી હાજતે જઈ રહ્યા હતા દરમિયાન અજાણ્યા વાહન ચાલકે વાહન ઉપર કાબુ ગુમાવી દેતા ગિરીશભાઈને અકસ્માતમાં જીવલેણ ઈજાઓ પહોંચતા તેમને સારવાર મળે તે પહેલા જ તેમનુ ધટના સ્થળે મોત નીપજયું હતુ. અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતનો ભોગ બનેલા યુવાનની તેના ભાઈએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મૃતકના ભાઈ સંજયભાઈ રજનીકાંતભાઈ ડામોરે સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા મૃતકની લાશને સુખસર સરકારી દવાખાનામાં લાવી પી.એમ.બાદ લાશનો કબ્જો તેેમના વાલી વારસોને સોંપવામાં આવ્યો હતો.