મોદી કેબિનેટની 8મા પગારપંચને મંજૂરી:ભલામણો 2026થી લાગુ થશે; શ્રીહરિકોટામાં ત્રીજો સેટેલાઇટ લોન્ચ પેડ બનાવવાનો નિર્ણય

કેન્દ્ર સરકારે ગુરુવારે કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમા પગારપંચની રચનાને મંજૂરી આપી દીધી છે. આયોગની ભલામણો 2026થી લાગુ કરવામાં આવશે. કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું- સાતમું પગારપંચ 2016માં લાગુ કરવામાં આવ્યું હતું, એની ભલામણો 2026 સુધી ચાલુ રહેશે.

7મું પગારપંચ (પે-કમિશન) 1 જાન્યુઆરી, 2016થી અમલમાં આવ્યું. આનો લાભ લગભગ 1 કરોડ લોકોને મળ્યો. દર 10 વર્ષે પગારપંચ લાગુ કરવામાં આવે છે. એવી અપેક્ષા છે કે મોદી સરકાર 1 જાન્યુઆરી, 2026થી 8મા પગાર પંચનો અમલ કરશે. આનાથી કેન્દ્રીય કર્મચારીઓના લઘુતમ વેતન અને પેન્શનમાં વધારો થશે.

8મા પગાર પંચના અમલીકરણથી શું થશે… જાણો બે સવાલોમાં…

સવાલ: 8મું પગારપંચ આવવાથી સેલરીમાં શું ફરક પડશે? જવાબ: કેન્દ્ર સરકાર દર 10 વર્ષે નવું પગારપંચ લાવે છે. હાલમાં 7મું પગારપંચ ચાલી રહ્યું છે, એનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થશે. એવું માનવામાં આવે છે કે 8મું પગારપંચ વર્ષ 2026થી લાગુ કરવામાં આવશે.

8મા પગારપંચના પગાર મેટ્રિક્સ 1.92ના ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવશે. એને આ રીતે સમજો- કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારના 18 સ્તર છે. લેવલ-1 કર્મચારીઓનો મૂળ પગાર 18,000 રૂપિયા છે અને ગ્રેડ પે 1800 રૂપિયા છે. 8મા પગારપંચ હેઠળ એને વધારીને 34,560 રૂપિયા કરી શકાય છે. એ જ રીતે કેન્દ્ર સરકારમાં કેબિનેટ સચિવ સ્તરના અધિકારીઓને લેવલ-18 હેઠળ મહત્તમ 2.5 લાખ રૂપિયાનો બેઝિક પગાર મળે છે. આ વધીને અંદાજે 4.8 લાખ રૂપિયા થઈ શકે છે.

સવાલ: 8મા પગારપંચ હેઠળ પગારવધારાને કારણે પેન્શનમાં કેટલો વધારો થશે? જવાબ: જો 8મું પગારપંચ જાન્યુઆરી 2026માં લાગુ કરવામાં આવે તો કેન્દ્રીય કર્મચારીઓનો લઘુતમ પગાર 34,560 રૂપિયા થવાનો અંદાજ છે. જો આપણે વર્ષ 2004 ઉમેરીએ તો કર્મચારીઓની પ્રથમ બેચ કે જેમણે સેવામાં 25 વર્ષ પૂર્ણ કર્યાં છે તેઓ 2029માં નિવૃત્ત થશે.

હવે ધારો કે 8મું પગારપંચ લાગુ થયા પછી, લેવલ-1 કર્મચારીનો મૂળ પગાર 34,560 રૂપિયા થઈ ગયો છે, તો એની રકમનો 50% 17,280 રૂપિયા છે. આ મુજબ કર્મચારીને પેન્શન તરીકે 17,280 રૂપિયા + DRની રકમ મળશે. જોકે એ માત્ર ભાગ્યે જ કિસ્સાઓમાં હશે કે કર્મચારી, લેવલ-1 પર નોકરીમાં જોડાયા પછી નિવૃત્તિ સુધી એ જ સ્તર પર રહે છે. પ્રમોશન અને અન્ય નિયમો અનુસાર આ સ્તર સમયાંતરે વધતો રહે છે, તેથી કર્મચારીને પેન્શન તરીકે ઘણી વધુ રકમ મળશે.

એ જ સમયે લેવલ-18 કર્મચારીઓનો મૂળ પગાર 4.80 લાખ રૂપિયા હશે. આ કુલ રૂ. 2.40 લાખની રકમના 50% + DR પેન્શન તરીકે આપવામાં આવશે.

શ્રીહરિકોટા ખાતે ત્રીજા લોન્ચ પેડને મંજૂરી કેન્દ્ર સરકારે શ્રીહરિકોટા

કેન્દ્ર સરકારે છેલ્લી બે બેઠકમાં લીધેલા નિર્ણયો…

1 જાન્યુઆરી 2025: 50 કિલોગ્રામ DAP ખાતરની થેલી ₹1350માં ઉપલબ્ધ રહેશે કેન્દ્ર સરકારે વર્ષના પહેલા દિવસે ખેડૂતો માટે મોટા નિર્ણયો લીધા હતા. 2025ની પહેલી કેબિનેટ બેઠકમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અને હવામાન આધારિત પાક વીમા યોજનાને 2025-26 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે ખાતરો પર સબસિડી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. 50 કિલોગ્રામની ડીએપી ખાતરની થેલી પહેલાંની જેમ 1350 રૂપિયામાં મળતી રહેશે.

6 ડિસેમ્બર 2024: દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખોલવાની જાહેરાત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં દિલ્હી મેટ્રોના 85 કેન્દ્રીય વિદ્યાલય (KV), 28 નવોદય વિદ્યાલય (NV) અને રિઠાલા-કુંડલી કોરિડોરના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. માહિતી અને પ્રસારણમંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું- નવોદય વિદ્યાલય એવા જિલ્લાઓમાં બનાવવામાં આવશે જે હજુ સુધી નવોદય વિદ્યાલય યોજનામાં નહોતા. નવી શિક્ષણનીતિના અમલ માટે પીએમ શ્રી સ્કૂલ યોજના લાવવામાં આવી છે. ખાતે ત્રીજા લોન્ચ પેડને પણ મંજૂરી આપી દીધી છે. હાલમાં આ સુવિધામાં 2 લોન્ચ પેડ છે. આ બે લોન્ચ પેડ પરથી અત્યારસુધીમાં 60થી વધુ લોન્ચ કરવામાં આવ્યા છે. ત્રીજું લોન્ચ પેડ બનાવીને સેટેલાઇટ અને સ્પેસ ક્રાફ્ટ લોન્ચની સંખ્યા વધારી શકાય છે.

આ સાથે ભારત તેના જરૂરી પ્રક્ષેપણ મિશનને પૂર્ણ કરી શકશે અને વૈશ્વિક માગને પણ પહોંચી શકશે. કેબિનેટનો આ નિર્ણય ન્યૂ જનરેશન લૉન્ચ વ્હીકલ પ્રોગ્રામને આગળ વધારવામાં મદદ કરશે. આ લોન્ચ પેડ 3985 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે.