વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અવારનવાર વિવાદોમાં જોવા મળતી હોય છે, ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં આર્ટ્સ ફેકલ્ટીમાં એક વિદ્યાર્થિની દ્વારા તેના વિભાગના આસિ. પ્રોફેસર સામે જાતીય સતામણીની ફરિયાદ કરાતાં આખરે આ અધ્યાપકને સસ્પેન્ડ કરી તેની ઓફિસને સીલ મારવામાં આવી છે.
વિધાર્થિનીને મુસ્લિમ ધર્મ અપનાવી લેવા પ્રલોભન આપ્યું MS યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીની વિદ્યાર્થિની દ્વારા યુનિવર્સિટી તથા આર્ટસ ફેકલ્ટીના વુમન્સ ગ્રીવન્સ રીડ્રેશલ સેલમાં આસિ. પ્રોફેસર ડો. મોહમ્મદ અજહર ઢેરીવાલા સામે જાતીય સતામણીની ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદની ગંભીરતાના આધારે કમિટી બેસાડવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, હાલ આ વિવાદિત આસિ. પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને તેની ઓફિસ પણ સીલ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થિનીને પરીક્ષામાં પાસ કરાવી દેવા અને વિધાર્થિનીને મુસ્લિમ ધર્મ અપનાવી લેવા પણ પ્રલોભન આપ્યું હોવાનું હાલમાં જાણવા મળ્યું છે.
બંને પક્ષે નિવેદનો લઈને રિપોર્ટ તૈયાર કરાશે આ બાબતે MSUના રજિસ્ટાર કે.એમ. ચુડાસમાએ જણાવ્યું હતું કે, આર્ટ્સ ફેકલ્ટીના એક અધ્યાપક સામે એક ફરિયાદ આવી હતી. આ બાબતે કમિટી સમક્ષ મૂકી તેની તપાસ કરતા પ્રાથમિક લેવલે ગંભીરતા જણાઈ આવતા આખરે તેને રિપોર્ટ કરી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાલમાં આ બાબતે તપાસ ચાલી રહી છે અને બંને પક્ષે હાલમાં નિવેદનો લેવામાં આવશે અને ત્યાર બાદ આ બાબતે રિપોર્ટ યુનિવર્સિટીની ઓથોરિટી પાસે જશે અને બાદમાં જે નિર્ણય લેવાય છે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.
કમિટીના રિપોર્ટ બાદ જ કાર્યવાહી થશે આ અંગે મહિલા ફરિયાદ નિવારણ સમિતિના હેડ પ્રો. ભાવના મહેતા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં આ બાબતે તપાસ ચાલી રહી છે. આ ગંભીર બાબત છે જેથી, આ બાબતે તપાસ કમિટીના રિપોર્ટ બાદ જ સામે આવશે હાલ આ બાબતે કઈ કહી શકશે નહીં.
અલગથી બોલાવી એકલતામાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કર્યું જોકે, MS યુનિવર્સિટીના પ્રોફેસર સામેના આરોપ મામલે પીડિતાની મિત્ર પોલીસ મથકે પહોંચી હતી. અને આ અંગે પીડિત વિદ્યાર્થિનીની મિત્ર સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવા માટે પહોંચી હતી. તેણે જણાવ્યું હતું કે, મારી મિત્ર તે માસ્ટર સેકન્ડ યરમાં મારી સાથે ભણે છે અને જે સર છે તેમણે ઘણી મેન્ટલી ટોર્ચર કરી અને અલગથી બોલાવી એકલતામાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કર્યું હતું. જ્યારે મને આ અંગે ખબર પડી ત્યારે મેં તેને સપોર્ટ કર્યો હતો. સરે મને ઘણું દબાણ કર્યું હતું કે, તું આ છોકરીની માહિતી મને લાવીને આપ નહીં તો હું તારા માર્ક્સ કાપી નાખીશ અને કરિયર પૂરૂ કરી દઇશ.
મારી મિત્રની ઇન્ફોર્મેશન માટે મને દબાણ કરતા હતા વધુમાં તેણે જણાવ્યું હતું કે, નેટની તૈયારી માટે તેને બોલાવવામાં આવતી હતી અને ઇન ફ્યુચર Ph.Dની ડિપાર્ટમેન્ટમાં જે સીટ ખાલી હશે તે હું તમને અપાવી દઈશ. મને મારી મિત્રએ જણાવ્યું હતું કે, તેની સાથે ખોટું થઈ રહ્યું છે અને મને પણ મારી મિત્રની માહિતી આપવા દબાણ કરતા હતા. તારી મિત્ર ક્યાં છે, ઇન્ફોર્મેશન આપ, કેવી છે, એને કે મારી સાથે વાત કરે, અને જો તે વાત ના કરે તો મને ડિસ્ટર્બ કરતા હતા. લેક્ચર પૂરો થયા બાદ તેને એકલી બેસાડવામાં આવતી હતી અને અલગથી બોલાવીને ભણાવવાનું કહેતા હતા.