ગોધરામાં સરકારી ચોખાની હેરાફેરી ઝડપાઈ : છોટા હાથીમાંથી ₹2.42 લાખનો મુદ્દામાલ જપ્ત, બે દુકાનો સીલ

ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારમાં જિલ્લા પુરવઠા અધિકારીની ટીમે શંકાસ્પદ છોટા હાથીનો પીછો કરી મોટી કાર્યવાહી કરી છે. ટીમે વાહનની તપાસ કરતા તેમાંથી સરકારી ફોર્ટિફાઇડ ચોખાના 22 કટ્ટા મળી આવ્યા હતા. આ પૈકી 14 કટ્ટા નીલમ ટ્રેડર્સમાંથી અને 8 કટ્ટા એક બેનામી પેઢીમાંથી ભરવામાં આવ્યા હતા.

તપાસમાં ખુલાસો થયો કે આ ચોખા પોપટપુરા છબનપુરા ખાતેના એક ભંડારમાંથી સ્થાનિક સરપંચ લાભુભાઈના કહેવાથી લઈ જવામાં આવી રહ્યા હતા. પુરવઠા વિભાગે ₹42,900ની કિંમતના ચોખા અને ₹2 લાખની કિંમતનું વાહન મળી કુલ ₹2,42,900નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અધિકારીઓએ ગેરકાયદે વેપાર કરનાર નીલમ ટ્રેડર્સ અને બેનામી પેઢી બંનેને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં સંડોવાયેલા તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.