પાટણ,
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ ની ચૂંટણી માતે પ્રથમ તબક્કાના મતદાનના દિવસે સૌથી લાંબો રોડ શો યોજ્યો હતો. આ રોડ શોએ તમામ રેકોર્ડ તોડ્યા હતા. ૧૦ લાખથી વધુ લોકો પીએમ મોદીના રોડ શોમાં જોડાયા હતા. ભારતમા ૫૦ કિલોમીટર આયોજીત સૌથી લાંબો રોડ શો હતો. જેમાં અમદાવાદની ૧૪ વિધાનસભા અને ગાંધીનગરની ૧ બેઠકને રોડ શોમા આવરી લેવામા આવી હતી. ચાર કલાકના રોડ શોમા લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે હવે આજે પ્રધાનમંત્રીએ પહેલી જનસભા કાંકરેજમાં સંબોધી હતી. જેના બાદ તેઓ ચૂંટણીના પ્રચાર માટે પાટણ પહોંચ્યા હતા.
અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પાટણમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે મોટા મોટા ખેડૂતોને તો કોંગ્રેસ સંભાળે એવુ કહે છે, પણ તમારો દીકરો દિલ્હી ગયો એટલે નાના ખેડૂતોને સાચવે છે સિદ્ધપુર માતાના તર્પણ માટેની પાવન ભૂમિ છે અહીંની માતાઓ પહેલા બીમારી હોય તો ઘરે કોઈને કહેતી નથી, તે એવુ વિચારતી કે મારાં દીકરાને દેવા નીચે દબાવવું નહી. પણ જો આવું જ થતું રહેવાનું હોય તો દિલ્હીમાં બેસેલા તમારા દીકરાનું શું કામ? એટલા માટે જ આયુષ્યમાન કાર્ડની વ્યવસ્થા કરી આપણે અહીં બાજરી જેવા મોટા ધાન્ય થાય. મેં આખી દુનિયામાં વાત કરી કે આવા મોટા ધાન સ્વાસ્થ્ય માટે ખુબ સારુ છે આખી દુનિયા આવતું વર્ષ મિનિટરી વર્ષ ઉજવશે. મિનિટરી એટલે મોટુ અનાજ. તો ગઈ કાલે પ્રથમ તબક્કાના મતદાનમાં ઓછા વોટિંગને લઇ પ્રધાનમંત્રીએ પાટણની જનતાને અપીલ કરી હતી કે, વધુમાં વધુ મતદાન કરશો. દરેક બુથ ઉપર જશો.
વડાપ્રધાને જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં હજારો કોલેજો બની છે ૨૦ વર્ષ પહેલા ગુજરાતમાં ઓછી કોલેજો હતી વિકસિત ગુજરાત બનાવવા માટે રોડમેપ લઈને ચાલી રહ્યા છીએ વીજળી માટે આંદોલન થતાં કોંગ્રેસની સરકાર ગોળીઓ વરસાવતી સાચી નીતિ હોય તો સારું પરિણામ મળે છે ગોવર્ધનનું કામ આખી દુનિયામાં મોડલ સમાન છે. પહેલા માત્ર દૂધ વેંચાતું હવે તો છાણ પણ વેંચાશે પશુઓના ટીકાકરણનું અભિયાન ચાલે છે. હવે ગોબરમાંથી વીજળી અને ગોબરમાંથી ગેસ બને છે અન્નદાતા ઉર્જાદાતા બને એના માટે કામ કર્યું છે
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત પાસે દુનિયાના સમુદ્ધ દેશો મદદ માંગતા હતા ૩ વર્ષ ૮૦ કરોડ લોકોને મફત અનાજ પહોંચાડ્યું આપણે દુનિયાના લોકોને પણ ભૂખ્યા નથી રહેવા દીધા. કોરોનાકાળમાં ૮૦ કરોડ લોકોને મફત અનાજ આપ્યું તમારો દીકરો દિલ્હીમાં એના માટે કામ કરતો હતો. કોઈ ગરીબના ઘરે ચુલો ન ઓલવાવો જોઈએ ઘરનું ઘર હોય તો ગરીબ લોકોનું જીવન બદલાય એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નથી થયો