વલસાડના દાંડી દરિયા કિનારે દુષ્કર્મની ચોંકાવનારી ઘટના બની હતી. એક સગીરા સાથે તેના ટ્યૂશનના મિત્રે દરિયા કિનારે ઝાડીઓમાં દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાનો વીડિયો બનાવી સગીરાને બ્લેકમેલ કરવામાં આવી હતી. મિત્રતામાં આગળ વધીને બંને મિત્રો જુલાઈ 2023માં દાંડી દરિયા કિનારે ફરવા ગયાં હતાં. જ્યાં સગીરે સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો.
બાદમાં સગીરાને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને તેની સાથે સંબંધ રાખવા દબાણ કરવામાં આવતું હતું. જો કે, સગીરાએ આ સંબંધ રાખવાની ના પાડતા આરોપીએ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દીધો હતો. આ ઘટનાની જાણ સગીરાની બહેનને થતાં તેણે તરત જ ડુંગરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સગીરાનું નિવેદન નોંધી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડ તાલુકાના મધ્યમ વર્ગીય પરિવારની સગીર વિદ્યાર્થીની સાક્ષી (ઓળખ છુપાવવા નામ બદલ્યું છે) નજીકમાં આવેલા ટ્યૂશન ક્લાસમાં અભ્યાસ કરવા જતી હતી. અભ્યાસ દરમિયાન તેની મિત્રતા સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી વિકી (ઓળખ છુપાવવા નામ બદલ્યું છે) સાથે થઈ હતી. સાક્ષી અને વિકી વચ્ચે બુકની આપ-લે થતી રહેતી હતી. બંનેએ એકબીજાને મોબાઈલ નંબર શેર કર્યા હતા. સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા ગાઢ બની હતી.
ટ્યૂશનનું ગ્રુપ દાંડીના દરિયાકાંઠે ફરવા ગયું, ત્યારે દુષ્કર્મ ટ્યૂશન ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી કેટલાક વિદ્યાર્થીઓ 1 જુલાઈથી 7 જુલાઈ 2023 દરમિયાન વલસાડ દાંડી દરિયાકિનારે ફરવા ગયા હતા. જે દરમિયાન સાક્ષી અને વિકી દરિયા કિનારે નજીકમાં આવેલા ઝાડીઓમાં સાક્ષીને લઈ ગયો હતો. ત્યાં સાક્ષીની મરજી વિરુદ્ધ વિકીએ સાક્ષી સાથે દુષ્કર્મ આચર્યું હતું. વિકીએ સાક્ષી સાથે દુષ્કર્મ આચરતા હોવાનો વીડિયો પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો. જે બાદ સાક્ષી વિકી સાથે અંતર રાખતી હતી. જેને લઈને વિકી સાક્ષીને તેની સાથે વાત કરવા અને સંબંધ રાખવા દબાણ કરતો રહેતો હતો.
સાક્ષીએ વિકી સાથે વાત કરવાની ના પાડતા ટ્યૂશનના વિદ્યાર્થીઓના ગ્રુપમાં અને સોશિયલ મીડિયામાં દુષ્કર્મવાળો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપતો હતો. ઘટનાની જાણ સાક્ષીની બહેનને થતાં તેણે વિકીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તાજેતરમાં વિકીએ સાક્ષી સાથેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરીને સાક્ષીની બદનામી કરી હતી. જેને લઈને સાક્ષીની બહેને ડુંગરી પોલીસ મથકે વિકી વિરુદ્ધ દરિયાદ નોંધાવી હતી. ડુંગરી પોલીસે સાક્ષીની બહેનની ફરિયાદ નોંધી સાક્ષીનું મેડિકલ કરાવી સાક્ષીનું નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે.