બાલાસિનોર યશ મેડીકલમાં ડ્રગ ઇન્સ્પેક્ટર દ્વારા છટકું ગોઠવી રેડ કરતા ૧૧ ગર્ભપાતની કીટો મળી આવી 

ભૌમિક પટેલ : બાલાસિનોર

બાલાસિનોરન નગર વિસ્તારમાં ૨૭ જેટલા મેડિકલ દુકાનો ધમધમી ઉઠી છે ત્યારે મોટાભાગની મેડિકલ દુકાનોમાં ફાર્માસિષ્ટ વગર અન્ય ઈસમને બેસાડી લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા કરવાની ઘટના છેલ્લા એક વર્ષ ઉપરાંત થી નગરમાં ચર્ચાનો વિષય હતો ત્યારે ગોધરા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર દ્વારા આકસ્મિક છટકું ગોઠવાતા યશ મેડિકલના સંચાલક દિલીપ ઠાકોર  દ્વારા ડોક્ટરના લખાણ વગર ગર્ભપાત કરવાની કીટોનો વેપાર કરતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો મેડિકલ સ્ટોર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  • મેડિકલના સંચાલક દિલીપ ઠાકોર સામે કાયદાકીય પગલાં ભરવા નિવેદનો લેવાયો 
  • ગર્ભપાતની કીટો જપ્ત કરવા ડ્રગ્સ વિભાગ અને આરોગ્ય વિભાગમાં ખોની  રમત 

પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર બાલાસિનોર નગરમાં ૨૭ ઉપરાંતના મેડિકલ સ્ટોરો નિયમો નેબે મૂકીને ધમધમી ઉઠ્યા છે ત્યારે આજરોજ ગોધરા વિભાગના ડ્રગ્સ ઇન્સ્પેક્ટર દ્વારા બાલાસિનોર  નગરપાલિકા સામે આવેલી યસ મેડીકલમાં ગર્ભપાત કરવાની કીટ મળતી હોવાની ચોક્કસ બાતમી મળતા એક યુવકને ગર્ભપાત કરાવવા માટે આપવામાં આવતી કીટ લેવા માટે મોક્યો હતો જે યુવક પાસે ડોક્ટરના અભિપ્રાય વાળું લખાણ ના હોવા છતાં માત્ર રૂપિયા રડવા લોકોના સ્વાસ્થ્ય દાવે લગાવી દેનાર મેડિકલ સ્ટોર સંચાલક દ્વારા ગર્ભપાત કીટ આપવામાં આવતા તાતકાલિક ડ્રગ્સ ઇન્સ્પેક્ટર દ્વારા રેડ કરવામાં આવી હતી જયારે રેડ કરતા ૧૧ જેટલી ગર્ભપાતની કીટો મળી આવી હતી જયારે ગેરકાયેસર કીટો રાખનાર ,યશ મેડિકલના સંચાલક  પાસેથી કેટલી ટેબ્લેટો ( કીટો ) મળી આવી તેની વિગતો લખી નિવેદન લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ  ધરી હતી.