પ્લાયવુડના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી : ગોધરા-અમદાવાદ હાઈવે પર આવેલ ભામૈયા પાસે સહાય પ્લાયવુડમાં આકસ્મિક રીતે આગ લાગી

ગોધરા અમદાવાદ હાઈવે માર્ગ પાસે આવેલ ભામૈયા પાસે સહાય પ્લાયવુડમાં આકસ્મિક રીતે આગની ઘટના લાગવાથી અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ સહાય પ્લાયવુડના માલિકને થતા તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ગોધરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. પરંતુ આગ એટલી બધી વિકરાળ હોવાના કારણે 11 કલાક સુધી 20 જેટલા વોટર બ્રાઉઝરથી પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ આગ વહેલી સુધી કાબૂમાં આવી નથી.

ગોધરા ફાયર બ્રિગેડની ટીમે સિવિલ હોસ્પિટલના ફાયર સ્ટાફની મદદ લીધી હતી. જેથી સિવિલના ફાયર સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી તેઓ પણ સતત પાણીનો મારો ચલાવ્યો હતો. હાલ તો ગોધરા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક જેસીબી મશીન બોલાવી પ્લાયવુડને હટાવી આગને કાબુ લેવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

ગોધરા શહેરના અમદાવાદ હાઇવે માર્ગ ઉપર આવેલ ભામૈયા પાસે સહાય પ્લાયવુડમાં આકસ્મિક રીતે આગ લાગવાની ઘટના બની હતી. જેથી સહાય પ્લાયવુડના માલિકે તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ગોધરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. પરંતુ ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાયવુડ હોવાના આગે પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી ગોધરા ફાયર બ્રિગેડની ટીમે સિવિલ હોસ્પિટલના ફાયર બ્રિગેડની મદદ માગી હતી. આથી સિવિલ હોસ્પિટલનો ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી તેવો પણ પાણી મારો ચલાવી આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા. પરંતુ આગ કાબુમાં આવી ન હતી. કારણ કે રાત્રિ સુમારે લાગેલી આગ વહેલી સવાર સુધી ચાલુ રહી હતી.

ગોધરા ફાયર બ્રિગેડના બાર જેટલો સ્ટાફ સતત 11 કલાક સુધી ખડેપગે રહી 20 જેટલા વોટર બ્રાઉઝરથી આગને કાબુ લેવા માટે પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ વહેલી સવાર સુધી આગ કાબૂમાં આવી ન હતી. હાલ તો ગોધરા ફાયર બ્રિગેડ દ્વારા જેસીબી મશીન બોલાવી ગોડાઉન માંથી પ્લાયવુડને હટાવી આગને કાબુ લેવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.