ગોધરા મુખ્ય આરટીઓ કચેરી ખાતે બાર વર્ષે બાવા જાગ્યા જેવો ઘાટ…વર્ષો વરસથી અડ્ડો જમાવીને બેઠેલા એજન્ટોના ટેબલોને આગ ચાંપી ભષ્મ કરી દેવાતા વચોટીયાઓમાં સન્નાટો

ગોધરા,
પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક એવા ગોધરા નગર ખાતે ભારે ચર્ચાનો વિષય સમાન લેખતા આરટીઓ એજન્ટોના વર્ષો વરસથી જમીન સાથે ચોંટી પડેલા ટેબલો આરટીઓ અધિકારી દ્વારા અચાનક બાળીને ખાક કરી દેવતા તેમજ અવેધ રીતે આરટીઓ એજન્ટની કામગીરી કરતા ઇસમોને આરટીઓ કમ્પાઉન્ડમાં પ્રવેશબંધીનો ફરમાન જારી કરી દેવાતા એજન્ટ આલમમાં ફફડાટ વ્યાપી ગયેલ હતો.

  • ભંગાર ટેબલો પર બેસી આલિશાન બંગલાઓના માલિક બનેલા અમુક એજન્ટોની મારૂ એ મારૂ.. તારૂ મારૂ સહિયારૂની નીતિ ભારે પડી હોવાની ચર્ચાઓ.
  • અચાનક એજન્ટ પ્રથા નાબુદ થવાથી સાહેબ “જી” વગર કામ થશે કે પછી સાહેબ “જી” સાથે કામ કરવામાં આવશે… લોકોમાં અનેક ચર્ચાઓ.

પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક એવા ગોધરા નગર ખાતે ભારે ચર્ચાનો વિષય સમાન લેખતા આરટીઓ એજન્ટોના વર્ષો વરસથી જમીન સાથે ચોંટી પડેલા ટેબલો આરટીઓ અધિકારી દ્વારા અચાનક બાળીને ખાક કરી દેવતા તેમજ અવેધ રીતે આરટીઓ એજન્ટની કામગીરી કરતા ઇસમોને આરટીઓ કમ્પાઉન્ડમાં પ્રવેશબંધીનો ફરમાન જારી કરી દેવાતા એજન્ટ આલમમાં ફફડાટ વ્યાપી ગયેલ હતો. જયારે નગરમાં એવી પણ છુપી ચર્ચાઓ છે કે, ગોધરા આરટીઓ ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી એજન્ટ રાજ ચાલતો હતો અને હાલ એવું તો શું થયું હશે કે આરટીઓ અધિકારી દ્વારા અચાનક જ એજન્ટોને ગ્રાઉન્ડ બહાર કરી દેવામાં આવ્યા છે.

ગોધરા નગરની આરટીઓ કચેરીમાં જયારે પણ કોઈ બનાવ બને ત્યારે એ વાત ટોક ઓફ ધી ટાઉન બની જાય છે કારણ કે, આરટીઓ કચેરી ખાતે એજન્ટની કામગીરી કરતા લોકોમાંથી લગભગ લોકો રંજમાંથી રાજા બની ગયા છે, એટલે કે માલેતુજ્જાર બની વૈભવી જીવન જીવી રહ્યા છે. માટેજ હાલ આરટીઓ અધિકારી દ્વારા એજન્ટ પ્રથાનો સફાયો કરી દેવાતા લોકોમાં અનેક તર્કવિતર્કો ઉદભવી રહ્યા છે. થોડા દિવસો અગાઉ કચેરીના જુનીયર ક્લાર્ક દ્વારા પોતાના વાહન સોફ્ટવેરના લોગીનમાંથી કોઈ વાહન માલિકને ઓન લાઈન ઓક્શનની ફાળવણીમાં બારોબર પસંદગીના નંબરની રશીદ ઇસ્યુ કરીને લીંક જનરેટ કરી દેવામાં આવેલ હતી. જેને લઈને જુનીયર ક્લાર્કને 90 દિવસ માટે સસ્પેન્ડ કરી જુનાગઢ ખાતે બદલી કરી દેવામાં આવેલ હતી તેમજ કથિત રીતે મળતી માહિતી મુજબ થોડા દિવસો અગાઉ આરટીઓ કચેરી ખાતે વિદેશમાં રેહતા એક ઇસમના લાઇસન્સને ટુ વહીલરમાંથી ફોર વ્હીલર માટેનો ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટેની કામગીરી કરાવવા એક એજન્ટ એ વિદેશમાં રેહતા વ્યક્તિની જગ્યાએ બનાવટી વ્યક્તિને લઇને આવી પહોંચ્યો હતો, ત્યારે પણ આરટીઓ કચેરી ખાતે દોડાદોડી જેવો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ આ કથિત બાબતે જવાબદાર આરટીઓ અધિકારી સાથે પુષ્ટી કરાતા તેઓએ આવો કોઈ બનાવ નહી બન્યો હોવાની વાત જણવેલ હતી માટે એવું કહી શકાય કે છેલ્લા કેટલાય સમયથી ગોધરા આરટીઓ કચેરી ખાતે વિભીષણનો ત્રાસ વધી ગયો હોય માટે ટેબલોની લંકાને બાળીને ખાક કરી દેવામાં આવી હશે..!!
જ્યારે નગરમાં એવી પણ છુપી ચર્ચાઓ છે કે “ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત હૈ” એટલે કે અમુક સેટિંગબાજ એજન્ટો જે પોતાને સાહેબ “જી” ના ખાસ બતાવી રોપ ઝાડતા હોય છે તેઓ દ્વારા એવું કહેવાય રહ્યું છે કે ટેબલ હટવાથી અમારૂં કોઈ નુકશાન નથી… થોડા દિવસ રાજ જુઓ જેનું નુકશાન થશે એ જાતેજ અમને બોલાવશે…. હવે જોવું રહ્યું કે એજન્ટ પ્રથાનો સફાયો થવાથી લોકોને લાભ થશે કે કોઇનું નુકશાન થશે અને હવે આ એજન્ટોને કોણ બોલાવશે….!!