સંસદના શિયાળુ સત્રનો મંગળવારે (17 ડિસેમ્બર) 17મો દિવસ છે. વન નેશન-વન ઇલેક્શન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ સૌપ્રથમ વન નેશન, વન ઇલેક્શન માટે 129મું બંધારણ સંશોધન બિલ રજૂ કર્યું હતું.
વન નેશન વન ઈલેક્શન બિલ રજૂ કર્યા બાદ સાંસદોને તેના પર બોલવા માટે સમય આપવામાં આવ્યો હતો. ઘણા પાર્ટીઓએ વાંધો ઉઠાવ્યા પછી, બિલને ફરીથી રજૂ કરવા માટે ઇલેક્ટ્રોનિક મતદાન થયું. પક્ષમાં 220 અને વિપક્ષમાં 149 મત પડ્યા હતા. સ્પીકરે કહ્યું કે જે સભ્યો પોતાનો મત બદલવા માંગે છે, તેઓ સ્લીપ લઈ લે. ત્યારપછીની મતગણતરીમાં, પક્ષમાં 269 અને વિપક્ષમાં 198 મત પડ્યા હતા. કાયદા મંત્રી મેઘવાલે ફરીથી બિલ રજૂ કર્યું.
મેઘવાલે કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંબંધિત ત્રણ કાયદાઓમાં સંશોધનનું બિલ પણ રજૂ કર્યું હતું. આ બિલમાં કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર અધિનિયમ- 1963, ધ ગવર્નમેન્ટ ઓફ નેશનલ રેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી- 1991 અને જમ્મુ અને કાશ્મીર રિઓર્ગેનાઈઝેશન એક્ટ- 2019નો સમાવેશ થાય છે. તેના દ્વારા જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે સુધારા પણ કરી શકાય છે.
અમિત શાહે કહ્યું કે જ્યારે બિલ કેબિનેટમાં આવ્યું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC)ને મોકલવામાં આવે.વન નેશન, વન ઈલેક્શન બિલના વિરોધમાં સપાના સાંસદ ધર્મેન્દ્ર યાદવે કહ્યું કે વન નેશન, વન ઈલેક્શન બિલ દેશમાં તાનાશાહી લાવવાનો ભાજપનો પ્રયાસ છે.
પક્ષમાં 220, વિપક્ષમાં 149 મત પડ્યા
વન નેશન, વન ઇલેક્શન બિલને ફરીથી રજુ કરવા માટે પ્રથમ વખત ઇલેક્ટ્રોનિક રીતે મતદાન થયું. જેમાં પક્ષમાં 220 અને વિપક્ષમાંમાં 149 મત પડ્યા હતા. એકપણ સાંસદ ગેરહાજર ન હતા. કુલ 369 સભ્યોએ મતદાન કર્યું હતું. આ પછી વિપક્ષી સભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો.ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જો તેમને વાંધો હોય તો સ્લિપ આપો. તેના પર સ્પીકરે કહ્યું કે અમે પહેલા જ કહ્યું હતું કે જો કોઈ સભ્યને એવું લાગે તો તે સ્લિપ દ્વારા પોતાના મતમાં ફેરફાર કરી શકે છે.
ગઈકાલે નાણામંત્રી સીતારમણ અને કોંગ્રેસ અધ્યક્ષ ખડગે વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી
સોમવારે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. નાણામંત્રીએ કહ્યું- કોંગ્રેસ શરમવિના જ પરિવાર અને વંશવાદની મદદ માટે બંધારણમાં સુધારો કરતી રહી.
આ બાબતે ખડગેએ કહ્યું, ‘જે લોકો તિરંગા, અશોક ચક્ર અને સંવિધાનને નફરત કરતા હતા તેઓ આજે શીખવી રહ્યા છે. જ્યારે બંધારણ બન્યું ત્યારે આ લોકોએ તેને સળગાલી નાખ્યું. જે દિવસે બંધારણ અપનાવવામાં આવ્યું તે દિવસે તેઓએ દિલ્હીના રામલીલા મેદાનમાં બાબાસાહેબ આંબેડકર, જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધીના પૂતળા બાળ્યા હતા. આરએસએસના નેતાઓ બંધારણનો વિરોધ કરે છે કારણ કે તે મનુસ્મૃતિ પર આધારિત નથી.ખડગેએ કહ્યું, ‘નાણામંત્રી નિર્મલા સીતારમણ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માંથી સ્નાતક છે. હું મ્યુનિસિપલ સ્કૂલમાં ભણ્યો છું, પણ મેં બંધારણ પણ થોડું વાંચ્યું છે. નિર્મલા જીનું અંગ્રેજી અને હિન્દી ભલે સારું હોય, પરંતુ તેમના કર્મો સારા નથી.