પંચમહાલ જિલ્લા ભાજપ ના મંડલ પ્રમુખ માટે ની સેન્સ પ્રક્રિયા સંપન્ન, સૌ બુથ પ્રમુખ નો એક જ સુર “પાર્ટી જે નક્કી કરી ને જેને મંડલ પ્રમુખ તરીકે જાહેર કરે એ અમને મંજુર “

ભારતીય જનતા પાર્ટી મા હાલ સંગઠન પર્વ ચાલી રહ્યું છે, છેલ્લા કેટલાક દિવસ થી વિવિધ જવાબદારી ઓ માટે સંગઠન નિમણૂકો આપી રહી છે સૌ પ્રથમ બુથ લેવલ થી શરૂ કરી બુથ પ્રમુખ, મહામંત્રી તેમજ સમિતિ અને ત્યારબાદ હવે મંડલ ની રચના માટે મિટિંગ યોજાઈ રહી છે.

આ વખતે ભાજપ પોતે સંગઠન મા નવા નિયમો અને તદ્દન નવી ટીમ સાથે સંગઠન બનાવવા હેતુ કામ કરી રહી છે જેમા મંડલ પ્રમુખ ની વય મર્યાદા 40 વર્ષ ની રાખવા મા આવેલ છે જે પ્રમાણે મંડલ પ્રમુખ તરીકે ની દાવેદારીઓ મંગાવવા મા આવેલ જે દાવેદારીઓ બાદ હવે દરેક મંડલ મા આવતા બુથ પ્રમુખ પાસે થી મંડલ પ્રમાણે મંડલ પ્રમુખ માટે ના સેન્સ લેવા ની બે દિવસીય બેઠક યોજાઈ ગઈ જેમા પ્રથમ દિવસે સાત મંડલ અને બીજા દિવસે પાંચ મંડલ ના બુથ પ્રમુખ સાથે ની બેઠક ભાજપ પંચમહાલ ના ચુંટણી અધિકારી કરસનભાઈ ગોંડલીયા ની આગેવાની મા યોજાઈ હતી.

જેમા પાર્ટી ની સબ સે બડા દેશ ની કહેવત ને યથાર્થ ઠેરવતા તમામ મંડલ પ્રમુખ દ્વારા મંડલ પ્રમુખ ની ચુંટણી માટે પાર્ટી જેને નક્કી કરે એને સ્વીકૃતિ આપવા નું જાહેર સમર્થન કરવા મા આવ્યું હતુંટુંક દરેક મંડલ ની બેઠક મા બુથ પ્રમુખો દ્વારા એક જ સુર મા પાર્ટી નક્કી કરે એ જ અમારો મંડલ પ્રમુખ આમ કહી ભારત માતાકી જય ના નાદ સાથે એક સાથે પોતાના સેન્સ આપ્યા હતા,પંચમહાલ ભાજપ ના મંડલ પ્રમુખો ની ટુંક સમય મા જાહેરાત કરવા મા આવનાર છે.