ગોધરા ફુડ એન્ડ ડ્રગ વિભાગની બેદરકારી : સેવાસદન કચેરી-2માંથી ખાદ્ય સામગ્રીના સેમ્પલો કચરાપેટીમાં જોવા મળતા ચકચાર

ગોધરાના સેવાસદન કચેરીમાં-2માં આવેલી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીમાંથી કચરાપેટીમાંથી અલગ અલગ વિસ્તારમાંથી લેવાયેલા ખાદ્યચીજોના સેમ્પલો મળી આવ્યા હતા. જેમાં મીઠાઈ ફરસાણ જલેબી, બુંદી અથાણા સહિતના નમુના લેવામાં આવતા હોય છે. ત્યારે પરીક્ષણ બાદ યોગ્ય રીતે નાશ કરવાનો હોય છે. ત્યારે આજ રોજ કચરાપેટીમાંથી સેમ્પલો મળી આવતાં અનેક પ્રકારના સવાલો ઉભા થવા પામ્યા છે.

ગોધરાની સેવાસદન કચેરી-2માં આવેલી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીમાંથી ખાદ્યસામગ્રીના લીધેલા સેમ્પલો કચરાપેટીમાં જોવા મળતાં અનેક પ્રકારના સવાલો ઉભા થવા પામ્યા હતા. જેમાં વર્ષ 2024 દરમિયાન ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં અલગ અલગ વિસ્તારોમાંથી લેવામાં આવેલા સેમ્પલો સીલબંધ બોટલો અને ખુલ્લા કરેલા સેમ્પલો કચરાપેટીમાં જોવા મળતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરી દ્વારા ખાદ્ય વસ્તુઓના નમૂનાના પરીક્ષણ માટે મોકલાવમાં આવ્યા કે કેમ તેને લઈને અનેક પ્રકારના સવાલો ઉભા થવા પામ્યા છે. જ્યારે નમૂનાઓને યોગ્ય રીતે નાશ કરવાનો બદલે કચરાપેટીમાંથી મળી આવતાં અનેક પ્રકારના સવાલો ઉભા થવા પામ્યા છે.

ગોધરા સેવા સદન કચેરી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીમાં કચરાપેટીમાં મળેલા ખાદ્યવસ્તુઓના નમૂનાની બાબતને લઈને ફૂડ એન્ડ ટ્રક વિભાગના અધિકારી મનીષભાઈ ગામીત સાથે ટેલીફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે અમારી કચેરી દ્વારા સેમ્પલનું યોગ્ય રીતે પરીક્ષણ થયા બાદ તેને એકત્ર કરી દાટીને નાશ કરવામાં આવે છે.