પોતાને મૃત સાબિત કરવા કોલગર્લની હત્યા કરી

  • મૃતદેહને પોતાના કપડા પહેરાવ્યા, એસિડથી ચહેરો બાળી નાખ્યો,કાવતરામાં પ્રેમીએ સાથ આપ્યો

ગૌતમબુદ્ધનગર,

નોઈડામાં એક યુવતીએ તેના પ્રેમી સાથે મળીને પોતાના મોતની ખોટી કહાની રચી. કહાની સાચી સાબિત થાય તે માટે તેણે પોતાના જેવા જ શારિરિક બાંધાની યુવતીનો ઉપયોગ કર્યો અને તેની હત્યા પણ કરી નાખી. હત્યા કર્યા પછી યુવતીનો ચહેરો ઓળખાય નહીં તે માટે એસિડથી ચહેરાને બાળી નાંખ્યો હતો. આરોપી યુવતીએ પોતાના મોતની પુષ્ટિ કરવા માટે એક સુસાઈડ નોટ પણ મુકી હતી. યુવતીના ભાઈએ પોતાની બહેનનું મોત થયું હોવાનું સમજીને અંતિમ સંસ્કાર પણ કરી નાંખ્યા હતા. પણ તે મૃતદેહ તેનો નહોતો પણ બીજી કાઈ યુવતીનો મૃતદેહ હતો. આ મામલો નોઈડાના બિસરખનો છે.

મામલો ૧૩ નવેમ્બરથી શરૂ થાય છે. યુપીના ગૌતમબુદ્ધ નગરમાં પોલીસને ૧૩ નવેમ્બરના રોજ એક યુવતીએ આત્મહત્યા કરી હોવાની માહિતી મળી હતી. યુવતીની ઉંમર ૨૧ વર્ષની હતી. યુવતીનો ચહેરાને બાળી નાંખવામાં આવ્યો હતો. મૃતદેહ પાસે એક સુસાઈડ નોટ મળી હતી, જેના પર લખેલું હતું જેમાં લખ્યું હતું કે, હું મારી ઈચ્છાથી મરી રહી છું. મૃતક યુવતીનું નામ પાયલ જણાવવામાં આવ્યું હતું. યુવતીના પરિવારમાં બે ભાઈઓ છે. માતા-પિતા ઘણા વર્ષો પહેલા મૃત્યુ પામ્યા છે. યુવતીના ભાઈઓએ પોતાની બહેનનો મૃતદેહ માનીને અંતિમ સંસ્કાર કરી નાંખ્યા. પરંતુ પાછળથી જે બહાર આવ્યું, તે ચોંકાવનારું હતું. ખરેખર, આ મૃતદેહ પાયલનો નહીં પણ હેમલતાનો હતો. ૧૩ નવેમ્બરના રોજ સવારે યુવતીના પરિવારજનોને ઘરમાં બળેલા ચહેરાની હાલતમાં મૃતદેહ મળ્યો હતો. પરિવારે પુત્રીને મરેલી સમજીને પોલીસને જાણ કર્યા વિના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.

જે યુવતીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તે વાસ્તવમાં મૃત્યુ પામી ન હતી. તેણે તેના પ્રેમીની સાથે મળીને એક કોલ ગર્લની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. હત્યાનો ખુલાસો ત્યારે થયો જ્યારે મરનાર યુવતીના ભાઈએ તેના ગુમ થયાની જાણ કરીને પોલીસમાં ફરિયાદ કરી હતી.આરોપી પાયલ અને અજયે ફિલ્મી સ્ટાઈલમાં હત્યા કરી હતી. પહેલા બંનેએ કોલ ગર્લનું ગળું કાપી નાખ્યું. બાદમાં પુરાવાનો નાશ કરવા માટે પાયલે મૃતદેહને પોતાના કપડા પહેરાવી દીધા હતા. આટલું જ નહીં, તેનો ચહેરો પણ એસિડથી બાળી નાંખ્યો હતો જેથી તે પોતાને મૃત સાબિત કરી શકે.

બિસરખ પોલીસે આરોપી યુવતી પાયલનો નંબર ટ્રેસ કર્યો હતો. જેથી તે તેના પ્રેમી અજય પાસે પહોંચી હતી. કડક પૂછપરછમાં અજયે સમગ્ર સત્ય જણાવી દીધું. પોલીસે જણાવ્યું કે પાયલ અજય સાથે લગ્ન કરવા માંગતી હતી. પરિવાર તેને અટકાવે નહીં તે માટે તેણે મૃત હોવાનો ડોળ કરવાનું કાવતરું ઘડ્યું હતું. તેણે વિચાર્યું કે પરિવાર તેને મૃત માની લેશે અને તે તેના પ્રેમી પાસે સાથે આરામથી રહી શકશે. પોલીસે હત્યા કેસમાં અજય ઠાકુર અને પાયલને કસ્ટડીમાં લીધા છે.આ તે યુવતીનો ફોટો છે, જેને પોલીસ કોલગર્લ જણાવી રહી છે. તેની પાયલના ઘરે ૧૨ નવેમ્બરના રોજ હત્યા કરી હતી.

દાદરીના બઢપુરા ગામની પાયલે ફેસબુક દ્વારા અજય ઠાકુર સાથે મિત્રતા કરી હતી. જે થોડા દિવસો પછી પ્રેમમાં બદલાઈ હતી. બંનેએ ઘરેથી ભાગી જવાનો પ્લાન ઘડ્યો હતો. પાયલ અજયને એવી છોકરી લાવવા કહ્યું હતુ જેનો શારિરિક બાંધો તેના જેવા જ લાગતો હોય.અજય કોલ ગર્લ ખુશી (નામ બદલેલ છે)ને બોલાવે છે. તે તેને પહેલેથી જ ઓળખતો હતો. અજય ૧૨ નવેમ્બરની રાત્રે ખુશી સાથે પાયલના ઘરે પહોંચ્યો હતો. અહીં બંનેએ મળીને ખુશીનું ગળું કાપી નાખ્યું હતું. એ પછી પાયલે ખુશીને તેના કપડાં પહેરાવી દીધા હતા. એક સુસાઈડ નોટ પણ મુકી હતી. ખુશીનો ચહેરો ઓળખાય નહીં તે માટે એસિડથી બાળી નાંખ્યો. ત્યારબાદ બંને ફરાર થઈ ગયા હતા.આરોપ છે કે પાયલે પોતાની ઓળખ છુપાવવા માટે પ્રેમી સાથે મળીને ખુશીની હત્યા કરી હતી.

પાયલના માતા-પિતાએ એક વર્ષ પહેલા ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી. પાયલ તેના બે ભાઈઓ સાથે બાદપુરા ગામમાં રહેતી હતી. ફેસબુક પર મિત્રતા બાદ અજયે પાયલના ઘરે આવવા-જવા લાગ્યો હતો. પાયલ અજયને મળવા માટે તેના ભાઈઓના ભોજનમાં નશીલો પદાર્થ ભેળવી દેતી હતી, જેથી કોઈને ખ્યાલ પણ ન આવે તે રીતે અજયને મળી શકે.