ગોધરાની મન્હા મેનેટરી હોસ્પિટલના ર્ડાકટર દ્વારા મેડીકલેઈમ પાસ કરવાના ફોર્મ-બી ઉપર સહી કરવા માટે કમીશન નકકી કર્યું : કમીશન ન આપે તો મેડીકલેઈમ પાસ ન થવા દેવાની દાદાગીરી
ગોધરાની મન્હા મેનેટરી હોસ્પિટલના ર્ડાકટર દ્વારા મેડીકલેઈમ પાસ કરવાના ફોર્મ-બી ઉપર સહી કરવા માટે કમીશન નકકી કર્યું : કમીશન ન આપે તો મેડીકલેઈમ પાસ ન થવા દેવાની દાદાગીરી
ગોધરા,
ગોધરા શહેરમાં આવેલ મન્હા મેટરનિટી હોસ્પિટલમાં પીડિતના પત્નિને ડીલીવરી માટે દાખલ કર્યા હતા. નોર્મલ ડીલીવરી થતાં બીજા દિવસે રજા આપવામાં આવી હતી. પીડિત પરિવાર મેડિકલેઈમ ધરાવતો હોવાનુ હોસ્પિટલના તબીબને જણાવતા હોસ્પિટલમાં કેશલેસ સુવિધા નથી. બીલના નાણાં રોકડામાં મેળવ્યા હતા. ત્યારબાદ પીડિત પરિવારના સભ્ય હોસ્પિટલમાં મેડિકલેઈમના બી ફાર્મ ઉપર સહી કરાવવા ગયા હતા. ત્યારે ડોકટર દ્વારા મેડિકલેઈમ લેવા માટે નકકી કરવામાં આવેલ સ્લેબ પ્રમાણે કમિશન આપવુ પડશે તેમ જણાવીને મેડિકલેઈમ માટે ડોકટર દ્વારા કમિશન સ્લેબનુ લિસ્ટ મોબાઈલ ઉપર મોકલી આપ્યુ હતુ. અને જો કમિશન નહિ આપો તો કોઈપણ પાકા બિલ ઉપર સહી નહિ કરી આપુ અને મેડિકલેઈમ પાસ નહિ થવા દઉં તેમ જણાવેલ હતુ. આમ ગોધરાની ખાનગી હોસ્પિટલના તબીબ દ્વારા હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ પણ પેશન્ટના પરિવારજનો સાથે લુંટ ચલાવામાં આવી હોવાનુ સામે આવ્યુ છે. જેને લઈ અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રદેશ પ્રભારી દ્વારા તબીબ સામે કાર્યવાહીની માંગ સાથે રાજયના મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરાઈ છે.
ગોધરા શહેરમાં આવેલ મન્હા મેટરનિટી હોસ્પિટલમાં પીડિતના પત્નિને તા.5/11/2024ના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. અને 6 નવેમ્બરના રોજ નોર્મલ ડીલીવરી થઈ હતી. બીજા દિવસે રજા આપવામાં આવી હતી. ત્યારે પીડિત પરિવારે હોસ્પિટલમાં અમે મેડિકલેઈમ ધરાવીએ છીએ અને અમારે મેડિકલેઈમ કરવાનો છો પરંતુ હોસ્પિટલ દ્વારા જણાવ્યુ હતુ કે, અમારી હોસ્પિટલમાં કેશલેસ સુવિધા ઉપલબ્ધ નથી ત્યારે હોસ્પિટલના બીલના નાણાં પહેલા ચુકવવા પડશે જેથી પીડિત પરિવાર દ્વારા બિલના નાણાં ચુકવી દીધેલ હતા. ત્યારબાદ પીડિત પરિવાર દ્વારા મેડિકલેઈમ ફાર્મ બી ભરાવવા માટે મન્હા હોસ્પિટલમાં ગયેલ હતા ત્યારે ડોકટર વસીમ મન્સુરી દ્વારા કહેવામાં આવ્યુ હતુે કે, તમારે મેડિકલેઈમ લેવા હોય તો તમારે મને બિલ ઉપરાંત નાણાં આપવાના રહેશે તેમ કહી ડોકટર વસીમ મન્સુરી દ્વારા પીડિતના મોબાઈલમાં મેસેજ દ્વારા મેડિકલેઈમ માટે કમિશનનો સ્લેબ મોકલી આપવામાં આવ્યો હતો. જેમાં તમારે 45 હજારનો મેડિકલેઈમ થશે તો 15 હજાર રૂપિયા હું કમિશન લઈશ તેમ પીડિત પરિવારને જણાવેલ હતુ.
જો કમિશન નહિ આપો તો હું પાકા બિલ કે કલેઈમ ઉપર સહી નહિ કરી આપુ અને તમારો કલેઈમ પાસ થવા નહિ દઉં. આમ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલ દર્દીઓને પણ બિલ ઉપરાંત મેડિકલેઈમમાં મળવાપાત્ર નાણામાંથી પણ કમિશનની માંગણી ખુલ્લેઆમ કરવામાં આવી રહી છે. ડોકટર વસીમ મન્સુરી દ્વારા ભુતકાળમાં પણ ધણી બધી મહિલાઓએ જીવ ગુમાવ્યા છે. અને તેના વિરુદ્ધ ફરિયાદ પણ થયેલ છે પરંતુ ડોકટર વસીમ મન્સુરી પૈસાના જોરે છુટી જાય છે. ડોકટર વસીમ મન્સુરી ભુતકાળમાં ચીરજીંવી યોજનામાં સરકાર દ્વારા આપવામાં આવતા નાણાંના ખોટા બિલો દ્વારા ગોટાળા કરવામાં આવેલ છે. ખાનગી હોસ્પિટલના ડોકટર વસીમ મન્સુરી દ્વારા પીડિત પરિવાર પાસેથી જીએસટી અને કમિશનના નામે ઉઘાડી લુંટ ચલાવવામાં આવી રહેલ છે. આ એક કિસ્સો સામે આવ્યો છે. ત્યારે ડોકટર વસીમ મન્સુરી દ્વારા કેટલા પરિવારો પાસેથી કમિશનના નાણાં ઉઘરાવી લેવામાં આવ્યા હશે ? ત્યારે મન્હા હોસ્પિટલના ડોકટર દ્વારા હોસ્પિટલમાં સારવાર બાદ પણ પીડિત પરિવારને મેડિકલેઈમ માટેના ફોર્મ ઉપર સહી કરવા માટે કમિશન સ્લેબ બનાવી લુંટ કરવામાં આવી રહી છે. તે બાબતે અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રદેશ પ્રભારી આશિષ પટેલ દ્વારા રાજયના મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી ગંભીરતાથી ઉંડાણપુર્વક તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.