વલસાડ જિલ્લામાં ગર્ભવતી સગીરાઓના મોતના કિસ્સા સામે આવ્યા હતા. ત્યારે સગીરાઓને ગર્ભવતી બનતી અટકાવવા માટે સરકારી તંત્ર કામે લાગ્યું છે. એક સગીરા પર દુષ્કર્મ આચરતાં ગર્ભવતી બની હોવાનું સામે આવ્યું છે. વાપી તાલુકામા્ં એક શ્રમિક પરિવારની 13 વર્ષીય દીકરીને પાડોશીએ ગર્ભવતી બનાવી છે. આરોપીએ લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને જેના કારણે તેને આઠ માસનો ગર્ભ છે. સગીરાની તબિયત લથડતાં તેને સરકારી દવાખાને લઈ જવાઈ હતી, જ્યાં તેને ગર્ભ હોવાનું ફલિત થતાં પીડિતાની માતાએ 3 બાળકના પિતા એવા આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.
વાપી તાલુકામાં રહેતા એક શ્રમિક પરિવારની 13 વર્ષીય સગીરા બાજુમાં રહેતા 3 બાળકના પિતાની નજરમાં આવી ગઈ હતી. સગીરાને લલચાવીફોસલાવી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરાની તાજેતરમાં તબિયત લથડી હતી. તેની તાજેતરમાં તબિયત લથડતાં નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી, જ્યાં ફરજ પર હાજર તબીબે તેને 8 માસનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું. એ બાબતે સગીરાની માતાએ તેની પૂછપરછ કરતાં બાજુમાં રહેતા 3 બાળકના પિતાએ તેને લલચાવીફોસલાવી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. બનાવની જાણ વાપી ટાઉન પોલીસની ટીમને થતાં વાપી પોલીસની ટીમે સગીરાની માતાની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
વાપી તાલુકામાં રહેતા એક શ્રમિક પરિવારના ઘરની બાજુમાં રહેતા એક 3 બાળકના પિતાની આંખમાં સગીરા આવી ગઈ હતી. તેણે સગીરાને લલચાવીફોસલાવી, લોભામણી લાલચ આપીને મિત્રતા કેળવી હતી. મિત્રતા દરમિયાન સગીરાને અલગ અલગ વસ્તુઓ આપવાની લોભામણી લાલચ આપીને તેના ઉપર દુષ્કર્મ આચર્યું હતું.
3 બાળકના પિતાએ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. એ બાદ તાજેતરમાં સગીરાની તબિયત બગડી હતી, જેને લઈને તેની માતાએ તાત્કાલિક તેને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. વાપીની સરકારી હોસ્પિટલના ફરજ પરના તબીબે સગીરાને ચેક કરી તે ગર્ભવતી હોવાનું અને તેને 8 માસનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું. સગીરાની માતા અને પરિવારના સભ્યોને તે ગર્ભવતી હોવાની ખબર પડતાં પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.
સગીરાની માતાએ સગીરાને ગર્ભ બાબતે પૂછતાં તેને બાજુમાં રહેતા 3 બાળકના પિતાએ લોભામણી લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. ઘટના અંગે વાપી ટાઉન પોલીસની ટીમને થતાં ટીમે સગીરાની માતાની ફરિયાદ નોંધીને તેનું મેડિકલ કરાવી તેનાં નિવેદનના આધારે આગળની તપાસ હાથ ધરી છે.