પંચાયત અને પાલિકા ચૂંટણી પૂર્વે ગરમાવો : પંચમહાલમાં 11 પ્રમુખપદ માટે 110 ફોર્મ ભરાયાં

ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા ભાજપ બનાવવાની શરૂઆત મંડલ પ્રમુખથી કરી છે. પ્રદેશ ભાજપ દ્વારા પંચમહાલ જિલ્લાના 11 મંડલ પ્રમુખ બનવા લાઇડ લાઇન જાહેર કરી છે. મંડલ પ્રમુખ માટેના નવા નિયમોમાં 40 વર્ષની વય મર્યાદા સહિતના નિયમો બનાવીને મંડલ પ્રમુખના ફોર્મ ભરીને આપવાની અંતિમ તા. 7 અને 8 ડીસેમ્બર જાહેર કરી હતી. તાલુકા અને નગર પ્રમુખ માટે બે રાજયકક્ષાના અને બે સ્થાનીક કક્ષાના ચુંટણી અધીકારીઓની નીમણૂક કરીને ફોર્મની કામગીરી શરૂ કરી હતી. જિલ્લામાં 40 વર્ષ સુધીના યુવાઓને મંડલ પ્રમુખની નિમણુક કરીને યુવા ભાજપ બનાવવાની પહેલ તો ભાજપે કરી છે.

  • કાલોલ તાલુકા અને ગોધરા નગરમાં સૌથી વધુ 25 ઉમેદવારો દ્વારા ફોર્મ ભરાયા
  • 40 વર્ષની ઉંમર નક્કી કરતાં યુવાઓ ઉત્સાહિત, સિનિયરો નારાજ‎

ખાસ કિસ્સામાં 5 વર્ષની છુટછાટ આપવા છતા જુના કાર્યકરો વર્ષોથી પક્ષ માટે કામ કરતા અને એક પણ હોદ્દો ન ભોગવેલ કાર્યકરોમાં છુપા રોષ જોવા મળ્યો હતો. આગામી સમયમાં પાલીકા અને ગ્રામ પંચાયતની ચુંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ મંડલ પ્રમુખની પ્રક્રીયાની કામગીરીથી જુના કાર્યકરોનો અસંતોષ ચુંટણીના પરિણામ પર અસર કરી શકે તેમ લાગી રહ્યું છે. ત્યારે યુવા ભાજપ બનાવાની પહેલારૂપે જિલ્લામાં 110 જેટલા ફોર્મ 11 મંડલ પ્રમુખો માટે જમા કરવામાં આવ્યા છે.

જેમાં કાલોલ તાલુકા અને ગોધરા નગર પ્રમુખ માટે 25 જેટલા ફોર્મ જમા થતા જિલ્લામાં ભાજપ કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે 19 વર્ષના યુવાો ભાજપ મંડલ પ્રમુખ બનવા ફોર્મ ભર્યું છે. હાલ તો તમામ ફોર્મ પ્રદેશ કક્ષાએ મોકલવાની તજવીજ હાથ ધરી છે. પણ નવા નિયમોથી જુના કાર્યકરોના છુપા રોષ વચ્ચે પ્રદેશ ચુંટણી અધીકારીએ નગર પાલિકા મહાનગર પાલિકા બનતી હોવાથી ચિત્ર સ્પષ્ટ થયા બાદ વરણીની પ્રક્રીયા ચાલુ કરાશે .

કાલોલ-ગોધરામાં સૌથી વધુ ફોર્મ ભરાયાં પં રાજ્યભરમાં હાલમાં ભાજપ દ્વારા મંડળ પ્રમુખની નિમણુંકની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેના પગલે ગરમાવો આવ્યો છે. પંચમહાલના જાંબુઘોડા તાલુકા 3, હાલોલ તાલુકા 9, હાલોલ નગર 9, ઘોઘંબા તાલુકા 12, કાલોલ તાલુકા 25, કાલોલ નગર 8, ગોધરા તાલુકા 8, ગોધરા નગર 15, શહેરા તાલુકા 3, શહેરા નગર 4 તથા મોરવા(હ) તાલુકામાં 8 જેટલા ફોર્મ ભરાયા છે.