વેજલપુર ગામમાં પંચાયત દ્વારા દબાણો દુર કર્યા પરંતુ મોટા દબાણો યથાવત સ્થિતીમાં…


કાલોલ તાલુકાના વેજલપુર ગામમાંં પંચાયત વિસ્તારમાં આવેલા ટાવર રોડ થી મુખ્ય બજાર સુધીના દબાણો સંદર્ભે વેજલપુર ગામના જાગૃત નાગરિક દ્વારા છેલ્લા ધણા વર્ષોથી દબાણો દુર કરવા સ્વાગત ફરીયાદ નિવારણમાં રજુઆત કરતા તા.21/10/2024ના રોજ વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા દબાણો દુર કરવા દરેક કચેરીઓને પત્ર પાઠવવામાં આવેલા પરંતુ સંજોગો વસાત પંચાયત દ્વારા આ દબાણો દુર કરવામાં આવેલા ન હતા. ત્યારે ફરી વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા તા.19/11/2024ના રોજ દબાણ દુર કરવાનું નકકી કરવામાં આવેલ જ્યારે તા.19/11/2024ના રોજ વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, સરપંચ તેમજ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તેમજ વેજલપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. ગઢવી તેમજ અન્ય પોલીસ સ્ટાફ સાથે દબાણ દુર કરવાની કાર્યવાહી 11.00 કલાકે શરૂ કરવામાં આવેલ જેની ટાવર રોડ થી પંચાયત વિસ્તાર સુધી અંદાજે 60 જેટલા પતરાના કેબીનો દુર કરવામાં આવેલા જે કેબીનો કોઇપણ જાતની અધિકારીની મંજુરી વગર વેજલપુરના પ્રગતિ પંથ ઉ5ર મુકવામાં આવેલા આ કેબીનોની પાછળ વેજલપુર ગામની અનેક સરકારી કચેરીઓ આવેલી હતી. તે તમામ કચેરીઓ આ દબાણોના કારણે દેખાતી ન હતી. તે તમામ કચેરીઓ દબાણ દુર કરવાથી ખુલ્લી દેખાઈ રહેલ છે. જ્યારે પંચાયત વિસ્તાર થી સોનીવાડ સુધીનો મુખ્ય માર્ગ જે માર્ગ પાસે સરકારી ગરનાળા પાસે મસમોટુંં દબાણ કરવામાં આવેલુંં તે દબાણ માત્ર દેખાવ પુરતુંં જ તોડવામાં આવેલ છે.

વેજલપુર નું સૌથી મોટું દબાણ યથાવત સ્થિતિમાં

જ્યારે આજુબાજુના રહિશોના ઓટલા તોડીને પંચાયતે સંતોષ માન્યો હતો. જ્યારે વેજલપુરમાં આવેલ સીંધી બજાર પાસે આવેલ લાગુ નં.1417,1418નો ખુલ્લા ભાગ પાસે મોટામાં મોટું દબાણ પંચાયત દ્વારા દુર કરવામાં આવેલ નથી. તેમજ વેજલપુર ગામના તલાટી કમ મંત્રી તેમજ સીટી સર્વે્યર દ્વારા આ મોટામાં મોટુંં દબાણ બચાવવામાં આવેલ છે. તેના પાછળનું કારણ શું ? જ્યારે વેજલપુરના સીંધી બજાર પાસે આવેલા સરકારી ગરનાળા ઉ5રનુંં માત્ર દેખાવ પુરતું જ તોડવામા આવેલ છે. જ્યારે લાગુ નં.1417, 1418નો ખુલ્લા ભાગમાં અંદાજીત 18 ફુટનુંં મોટામાં મોટું પાકુંં દબાણ કયા કારણોસર દુર કરવામાં આવલ નથી અને માત્ર દેખાવ પુરતુંં માત્ર ઓટલો તોડવામાં આવેલ છે. જ્યારે આ દબાણ સને 2010માં વેજલપુરના સીટી સર્વેયર દ્વારા માપણી કરવામાં આવેલ અને આ માપણીમાં સીટી સર્વેયર દ્વારા રેડ લાઈન પણ કરવામાં આવેલ જ્યારે જે તે વખતે પંચાયતની મીલીભગતથી આ દબાણના માત્ર ઓટલા તોડીને સંતોષ માન્યો હતો.

જ્યારે ફરીથી 2013માં દબાણ દુર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી અને વેજલપુર ગામ પંચાયત દ્વારા અમુક દબાણો દુર કરવામાં આવેલ ત્યારે જાગૃત નાગરિક દ્વારા 2014માં વેજલપુરના દબાણોે સંદર્ભે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરતા ફરીથી 2015માં વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ અને રસ્તા ઉપરના તમામ દબાણ 2015માં દુર કરવામાં આવેલ ત્યારે સરકારી ગરનાળા ઉપરનું મોટામાં મોટું દબાણ જે તે વખતે બાજુની માલિકીની મિલ્કતોનેં નુકશાન ન થાય તે માટે આ દબાણદારે વેજલપુર ગ્રામ પંચાયતને લેખિત બાંહેધરી દિન-7માં દુુર કરીશું તેવા લેખીત બાંહેધરી પત્ર આપવામાં આવેલા જ્યારે લાગુ નં.1417,1418 આગળના ખુલ્લા ભાગમાં વેજલપુર વિસ્તારના મોટામાંં મોટા દબાણ આવેલા છે. અને આ દબાણોના કારણે પાણીના નિકાલને અવરોધ ઉભા કરેલ છે. ત્યારે તા.19/11/2024ના રોજ આ દબાણનો માત્ર ઓટલો જ તોડવામાં આવેલ છે અને વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તા.22/11/2024ના રોજ 10 દિવસની રજા ઉ5ર ઉતરી ગયેલ છે. આ દબાણને બચાવવા વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તેમજ સીટી સર્વેયર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવેલા છે. જ્યારે આ દબાણને કયા કારણોસર દુર કરવામાં આવેલા નથી. તે વેજલપુર ગ્રામજનોનું લોકમુખે ચર્ચાઈ રહેલ છે.

તા.19/11/2024ના રોજ પ્રાંત કલેકટરના આદેશ મુજબ વેજલપુર વિસ્તારમાં આવેલા પ્રગતિપંથ તેમજ મુખ્ય બજારમાં આવેલા ગેરકાયદેસર દબાણ દુર કરવા માટે હુકમ થતા વેજલપુર ગ્રામ પંચાયતના સરપંંચ, તલાટી કમ મંત્રી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તેમજ પોલીસ સ્ટાફ તેમજ સીટી સર્વેયર સુપ્રીટેન્ડન્ટ દ્વારા દબાણ દુર કરવાની કાર્યવામહી ચાલુ કરવામાં આવેલ અને આ કાર્યવાહીમાંં પોલીસ સ્ટેશન, પી.ડબલ્યુ.ડી. ઓફિસ, પોસ્ટ ઓફિસ, ફોરેસ્ટ ઓફિસ, વેજલપુર ગ્રામ પંચાયત પાસેના તમામ લારી ગલ્લા તેમજ પતરાના કેબીનો દુર કરવામાં આવેલા જ્યારે સરકારી ગરનાળા ઉપરનું મોટું દબાણ માત્ર થોડુંક જ તોડવામાં આવેલ જે દબાણનુ અગાઉ વેજલપુર ગ્રામ પંચાયતને લખાણ આપવામાં આવેલ છે. જ્યારે લાગું નં.1417/1418 જે મુખ્ય મોટું દબાણ યથાવત રાખવામાં આવેલ છે. જે દબાણ વેજલપુરના તલાટી કમ મંત્રી તેમજ સીટી સર્વેયર સુપ્રીટેન્ડન્ટના મેળાપીપણાંથી યથાવત રાખવામાં આવેલ છે. આ મોટું દબાણ કોઇપણ હિસાબે દુર ન થાય તેવા અનેક પ્રયાસો વેજલપુરના તલાટી કમ મંત્રી તેમજ વેજલપુરના સીટી સર્વે અધિકારીની મીલીભગતથી યથાવત રાખવામાં આપેલ છે અને આ દબાણ દુર ન થાય તે માટે મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે. જ્યારે આ દબાણકર્તાઓએ અગાઉ લેખિત બાંહેધરી પત્રો આપેલા હોવા છતાં આ દબાણ સીટી સર્વે અધિકારીને કેમ ના દેખાયું જેમાંં મોટામાં મોટો ભ્રષ્ટાચાર કરીને આ દબાણને યેનકેન પ્રકારે રોકી રાખવામાં આવેલ છે. જ્યારે અગાઉની માપણી મુજબ સીટી સર્વે દ્વારા કોઈ આધાર પુરાવા વગર માત્ર ઓટલો તોડીને દબાણ દુર કર્યુ તેવો સંતોષ માનવામાં આવેલ છે. જ્યારે આ દબાણોની ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરાવવી જરૂરી બનેલ છે.

વેજલપુર થી ધોધંબા સુધીનો મુખ્ય માર્ગ જે ટાવર રોડ થી પસાર થાય છે તે ટાવર રોડ જે વેજલપુરનો મુખ્ય માર્ગ હોય આ માર્ગ ઉપર અનેક નાના મોટા વાહનો પસાર થાય છે અને આ ટાવર રોડ પાસેના પ્રગતિ પથ ઉ5રના અંદાજીત 60 ઉપરાંત પતરાના કેબીનો તેમજ લારી ગલ્લા તા.20/20-11-2024ના રોજ વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા દબાણો દુર કરવામાં આવેલા ત્યારે આજ દબાણદારોને અગાઉ જે તે વખતના સરપંચ દ્વારા 2011, 2013, 2015માં આ દબાણદો દુર કરવામાં આવેલા ત્યારે 21/11/2024ના રોજ આજ દબાણદારોને દબાણો દુર કરવામાં આવેલા છે. જ્યારે આ અસામાજીક તત્વો દ્વારા દબાણ દુર કર્યાના બીજે દિવસે ફરીથી દબાણો કરી રહેલ છે. ત્યારે આ દબાણો પાછળ કયા અધિકારીઓ છુપા આર્શીવાદ થઈ રહેલ છે. જ્યારે આ દબાણદારો આ જગ્યા ઉપર વર્ષોથી દબાણો દુર કરે છે અને ફરી આજ દબાણદારો આજ જગ્યા ઉપર દબાણ કરી રહેલ છે અને વેજલપુર ગ્રામ પંચાયત મુક પ્રેષક તમાસા જોઈ રહેલ છે.

વેજલપુર ગ્રામ પંચાયતના પાસે વેજલપુરના સીટી સર્વેયર દ્વારા અગાઉ સને 2011માં અને 2013, 2015માં આ વિસ્તારના મોટા દબાણો દુર કરવામાં આવેલા અને આ દબાણો વેજલપુરના સીટી સર્વેયર દ્વારા 1 થી 40ની માપણી મુજબ દુર કરવામાં આવેલા જ્યારે 40 થી 70 સુધીની માપણી મુજબના અમુક દબાણો દુર કરવામાં આવેલા અને સરકારી ગરનાળા ઉપરનું મોટું દબાણ તેમજ લાગુું નં.1417,1418નું મોટામાં મોટું દબાણ આ દબાણદારો દ્વારા દિન-7માં સ્વૈચ્છિક દુર કરીશું તેવા બાંહેધરી પત્ર વેજલપુર ગ્રામ પંચાયતને આપવામાં આવેલા પરંતુ આ બાંહેધરી પત્ર બાદ આ દબાણ ખુલ્લુ કરવામાં આવેલ નથી અને આ દબાણને વધુ વેગ આપવામાં આવેલ છે.

વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા તા.19/11/2024ના રોજ દબાણ દુર કરવા જે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે કાર્યવાહીમાં પ્રગતિપંથ ઉપરના પતરાના કેબીનો દુર કરવામાં આવ્યા જ્યારે વેજલપુરના મુખ્ય માર્ગ જે વેજલપુર ગામનો જવાનો માર્ગ ઉપર સરકારી ગરનાળા ઉપરનું દબાણ તેમજ લાગુ નં.1417, 1418નો જે મોટામાંં મોટું દબાણ હોવા છતાં વેજલપુરના તલોાટી કમ મંત્રી, સરપંંચ તેમજ વચેટીયાઓ દ્વારા આ દબાણ દુર ન થાય તેવા અનેક પ્રયાસ કરવામાં આવેલા અને માત્ર થોડુંંક જ ઓટલાનું દબાણ દુર કરી સરકારના રેકર્ડ ઉપર દબાણો દુર કર્યા તેવા રીપોર્ટ રજુ કરવામાં આવેલા જે દબાણ સંદર્ભે મે.પ્રાંત કલેકટર દ્વારા આ દબાણની રૂબરૂ મુલાકાત લઈ જવાબદાર અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જરૂરી બનેલ છે. જ્યારે આ દબાણ સંદર્ભે આવનાર દિવસોમાં ગુજરાત હાઈકોર્ટ સુધી રજુઆત કરવામાં આવનાર છે. તેવું લોકમુખે ચર્ચાઈ રહેલ છે.