દાહોદ ના બહુચર્ચિત નકલી બિનખેતી ના હુકમોં સામે નોંધાયેલા ગુન્હામાં ઝડપાયેલા ૬ આરોપીઓ ના આજરોજ ૧૦ દિવસોના પોલીસ રિમાન્ડ પૂર્ણ થયા બાદ દાહોદ ના ડી.વાય.એસ.પી. જે. પી. ભંડારી દ્ધારા આ ૬ આરોપીઓ (૧) સામત સાકીબ અબ્દુલરહીમ (૨) ઈદ્રીસ જાડા (૩) ગનીભાઈ મન્સૂરી (૪) દિપક પંચોલી (૫) પીન્કેશ અગ્રવાલ અને (૬) શબ્બીર ચુનાવાલાને અદાલત સમક્ષ હાજર કરાતા આ ૬ આરોપીઓ ને જ્યુડિશિયલ કસ્ટડી માં મોકલી આપવાનો આદેશ અદાલત દ્ધારા ફરમાવવામાં આવ્યો હતો જાે કે દાહોદ ના ડી.વાય.એસ.પી. જે. પી. ભંડારી સમક્ષ ૧૦ દિવસો ના પોલીસ રિમાન્ડ ની આ સઘન પુછપરછોમાં જમીન માલિકો અને વોન્ટેડ રામુ પંજાબી ના ખાસ સાગીરીત ૩ જમીન દલાલો એ નકલી બિનખેતી ના હુકમો ના આધારે દાહોદ સીટી સર્વે કચેરીમાંથી કેવી રીતે પ્રોપર્ટી કાર્ડ જનરેટ કરાવતા હતા અને જેલવાસમાં રહેલા કોમ્પ્યુટર ઓપરેટર અદનાન ની સંડોવણીઓ અંગે પણ ચોકાવનારા ખેલો ના વટાણા ઓ વેરી દીધા હોવા નું કહેવાય છે જાે કે દાહોદ તાલુકા પંચાયત કચેરી ના નકલી બિનખેતીના હુકમોં ના આધારે સીટી સર્વે કચેરીમાંથી બારોબાર પ્રોપર્ટી કાર્ડ જનરેટ કરાવવાના શૈશવ આણી મંડળી ના ભૂ-માફિયાઓ અને જે તે સમય ના વહીવટી તંત્ર ના મીલીભગતો ના બહાર આવેલા ખેલો સામે વધુ એક નવા પ્રકરણ નો ઉમેરો થાય એવા સંકેતો દેખાઈ રહ્યાં છે.
ગુજરાત હાઈકોર્ટની મંજુરી બાદ ઝકરીયા ટેલર લાંબા સમય બાદ જેલવાસમાંથી બહાર આવ્યો
દાહોદમાં નકલી બિન ખેતી પ્રકરણમાં સૌ પ્રથમ વખત નોંધાંયેલ ફરિયાદમાં માસ્ટર માઈન્ડ શૈષવ પરીખ સહિતના આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી ત્યારે આ આરોપીઓમાં ઝકરીયા ટેલર નામક ભુમાફિયાનો પણ સમાવેશ થયો હતો જેમાં ગુજરાત હાઈકોર્ટમાં આ આરોપીએ જામીન માટે અરજી કરતાં કોર્ટ દ્વારા ઝકરીયા ટેલરની જામીન અરજી મંજુર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. દાહોદમાં બહુચર્ચિત નકલી બિન ખેતી પ્રકરણમાં એક પછી એક નવાં વળાંકો આવી રહ્યાં છે. એકપછી એક પોલીસ ફરિયાદોમાં ઘણા આરોપીઓ જેલના સળીયા પાછળ ધકેલાયા છે ત્યારે સૌ પ્રથમ વખત નોંધાયેલ આ નકલી બિન ખેતી પ્રકરણમાં માસ્ટર માઈન્ડ શૈષવ પરીખ સહિત આરોપીઓ સામે પોલીસે કાયદેસરની ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં ઝકરીયા ટેલર નામક ભુમાફિયો પણ સામેલ હતો. ઘણા લાંબા ગાળોના જેલવાસ ભોગવી રહેલા આ ઝકરીયા ટેલર છેલ્લા ઘણા સમયથી જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી પ્રયાસો કરતો હતો ત્યારે આજરોજ આ આરોપી ઝકરીયા ટેલરની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ઝકરીયા ટેલરની જામી અરજી મંજુર થતાની વેંત દાહોદમાં આ નકલી બિન ખેતી પ્રકરણ આગામી દિવસોમાં કેવા પ્રકારની દિશામાં પોલીસની તપાસો જશેની ચર્ચાઓ પણ દાહોદમાં લોકમાનસમાં વહેતી થવા પામી છે. આવા સમયે દાહોદમાં આ નકલી બિન ખેતી પ્રકરણમાં આવનાર દિવસોમાં આ નકલી બિન ખેતી પ્રકરણમાં સામેલ સરકારી બાબુઓ સામે પણ કાર્યવાહી થશેની ચર્ચાઓએ પણ ભારે જાેર પકડ્યું છે.