૬ હજાર કરોડથી વધુનું ફુલેકું ફેરવનાર BZ ગ્રૂપની લુણાવાડાની ઓફિસનું કૌભાંડ બહાર આવતાં તાળાંબંધી : છેલ્લાં પાંચ દિવસથી ઓફિસ બંધઃ ગ્રાહકોના આંટાફેરા

અંદાજે રૂા.૯ હજાર કરોડનું ફુલેકુ ફેરવનાર બહુચર્ચિત BZ ગ્રુપની ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં આવેલી ઓફિસો પર ગાંધીનગર CID ક્રાઈમ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્યારે આ ગ્રુપની ઓફિસ લુણાવાડા નગરમાં પણ જોવા મળી છે, જે કૌભાંડના પર્દાફાશ બાદથી છેલ્લા ચાર – પાંચ દિવસથી બંધ જોવા મળી રહી છે.

BZ ગ્રુપ દ્વારા મલ્ટી લેવલ માર્કેટિંગ થકી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૦થી ચાલતી આ પોન્ઝી સ્કીમમાં લાયસન્સ વગર ૩ %થી લઈને ૩૯ % સુધી વ્યાજ આપવાના લાલચમાં સરકારી નિવૃત્ત કર્મચારીઓ, શિક્ષકો અને સામાન્ય નાગરિકોને લલચાવી છેતરપિંડી કરાઈ હતી. આ કેસમાં ભૂપેન્દ્ર પરવતસિંહ ઝાલાને મુખ્ય આરોપી જાહેર કરાયો છે. જ્યારે અનંત દરજી નામનો એજન્ટની પણ ધરપકડ કરાઈ છે. અત્યારસુધીનીતપાસમાં ૧૭૫ કરોડના નાંણાકીય વ્યવહાર બેંક દ્વારા થયા હોવાની અને રૂા.૬ હજાર કરોડથી વધુના અનવેરિફાઇ ડ ઇનપુટ પણ બહાર આવ્યા છે. ત્યારે આ બહુચર્ચિત BZ ગ્રુપની લુણાવાડામાં નંદન આર્કેડ કોમ્પલેક્સ ખાતે ઓફિસ આવેલી હોવાનું જાણવા મળેલ છે, જે છેલ્લા બે વર્ષથી કાર્યરત હતી. આ અંગે આજુબાજુમાં આવેલી ઓફિસમાં પૂછપરછ કરતાં આ ઓફિસ છેલ્લા ચાર-પાંચ દિવસથી બંધ હોવાનું અને કેટલાક ગ્રાહકો આંટાફેરા મારતાં હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આ કૌભાંડમાં મહીસાગર જિલ્લાના લોકોએ પણ નાંણા ગુમાવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે