ACB નાં છટકામાં સૌ પ્રથમ વાર લાંચ લેનાર નહી પણ લાંચ આપનાર ઝડપાયો : ગોધરાની લેબર કોર્ટમાં જજ ને બંધ કવરમાં લાંચ આપવાનો પ્રયાસ મહીસાગર જીલ્લાના વીરપુર તાલુકાના સરાડીયા ગામનો શખ્શ પાનમ યોજનાના ભાદર નહેર વિતરણ પેટા વિભાગમાં નોકરીમાંથી છૂટા કરેલા હતા જેનો કેસ લેબર કોર્ટમાં ચાલતો હતો અને જેની મુદતની સુનાવણી આગામી તા.૧૨.૧૨.૨૦૨૪ નાં રોજ હતી.
- ગોધરાની લેબર કોર્ટમાં જજ ને બંધ કવરમાં લાંચ આપવાનો પ્રયાસ કરતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
- ગોધરાની મજૂર અદાલતમાં ચાલુ બોર્ડે જ જજ ને લાંચ આપવા આવેલા શખ્શ દ્વારા રૂ.૩૫,૦૦૦ ની લાંચ આપવાનો પ્રયાસ (ઓફર)કરવામાં આવ્યો હતો.
પંચમહાલ જિલ્લા કલેકટર કચેરી કમ્પાઉન્ડ ખાતે બહુમાળી બિલ્ડિંગ 2 માં મજૂર અદાલત કોર્ટ આવેલી છે.જ્યા આજ રોજ અજીબ કિસ્સો બનવા પામ્યો.અદાલત જ્યાં ચાલુ હતી ત્યાં ચાલુ બોર્ડમાં જ જજ ને શખ્શ દ્વારા બંધ કવરમાં રૂ.૩૫,૦૦૦ ની લાંચ આપવાનો પ્રયાસ ઓફર કરવામાં આવતા જજે તે નહી સ્વીકારી બંધ કવર ખોલવા કહેતા બંધ કવરમાંથી રૂ .૩૫,૦૦૦ નીકળ્યા હતા.જેથી કોર્ટ દ્વારા ગોધરા ACB પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ.
ગોધરા શહેરમાં કલેકટર કચેરી કમ્પાઉન્ડ ખાતે આવેલી બહુમાળી બિલ્ડિંગ ૨ માં લેબર કોર્ટ આવેલી છે.જ્યા આજ રોજ મહીસાગર જિલ્લાનાં વીરપુર તાલુકાના સરાડીયા ગામના બાપુભાઈ ધીરાભાઈ સોલંકી એ ગોધરાની લેબર કોર્ટમાં ચાલુ બોર્ડ દરમિયાન જજ એચ.એ.મકા ને બંધ કવર માં રૂ.૩૫,૦૦૦ ની લાંચ આપવાનો પ્રયાસ ઓફર કરવામાં આવી હતી.જેમાં આરોપી બાપુભાઈ ધીરાભાઈ સોલંકી પાનમ યોજના નાં ભાદર નહેર વિતરણ પેટા વિભાગમાં જે તે વખતે નોકરી કરતા હતા અને કોઈક કારણોસર છૂટા કરવામાં આવ્યા હતા.અને તેઓના કેસ ની મુદતની સુનાવણી આગામી તા.૧૨.૧૨.૨૦૨૪ નાં રોજ હતી.જેથી તેઓના પક્ષે સુનાવણી થાય તે માટે આગોતરું આયોજન નાં ભાગ રૂપે આજ રોજ ગોધરાની લેબર કોર્ટમાં આવી ચાલુ બોર્ડમાં જ લેબર અદાલત નાં જજ ને બંધ કવર માં રૂ.૩૫,૦૦૦ ની લાંચ આપવાનો પ્રયાસ ઓફર કરતા જજ દ્વારા તે કવર નહી સ્વીકારી કવર કોર્ટમાં ચાલુ બોર્ડમાં ખોલવા કહેતા બંધ કવરમાંથી રૂ.૩૫,૦૦૦ નીકળ્યા હતા.ત્યારે કોર્ટ દ્વારા આ મામલે ગોધરા ACB ને જાણ કરવામાં આવે તેમ કહેતા લેબર કોર્ટ દ્વારા ગોધરા ACB ને લેખિત ફરિયાદ કરતા ગોધરા ACB કોર્ટે આરોપી બાપુભાઈ ધીરાભાઈ સોલંકી સામે બોર્ડ ઉપર પ્રિસાઇન્ડીગ ઓફિસર(ન્યાયાધીશ,મજૂર અદાલત,ગોધરા) ને લાંચ આપવાનાં પ્રયાસનાં ગુન્હામાં ભ્રષ્ટાચાર અધિનિયમ ની કલમ ૮ મુજબ ગુન્હો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.