કાલોલના વેજલપુર પાસે એસન્સ ફાર્મા કંપનીમાં ગુજરાત ATSના દરોડા : પોલીસ અને FSLની ટીમ પણ તપાસમાં જોડાઈ

વેજલપુર ખાતે કેમિલક અને‎કેમીકલ પ્રોટક્ટ બનાવતી‎ એસન્સ ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ ‎કંપની આવેલી છે. તાજેતરમાં ‎ગુજરાત સહીત દેશમાં ડ્રગ્સનો ‎જથ્થો મળી આવ્યો છે. ત્યારે‎ બુધવારે એસન્સ ફાર્મા. કંપનીમાં ‎એટીએસની ટીમે દરોડા પાડયા‎છે. એટીએસની ટીમ કંપનીમાં‎ ડ્રગ્સ મામલે તપાસ કરી રહી છે.‎એટીએસની ટીમ પકડાયેલા ‎ડ્રગ્સની કડી મળતા એસન્સ ‎કંપનીમાં તપાસ કરવા પહોચી છે.‎કંપની દવા અને કેમિલકની‎પ્રોડકટ બનાવતી હોવાથી‎એટીએસ ડ્રગ્સ મામલે તપાસ‎કરીને નમૂના સાથે કંપની કયા‎કેમિલકનું પ્રોડકશન કરી રહ્યા ‎હોવાની તપાસ કરી હોવાનું‎ જાણવા મળી રહ્યું છે. એટીએસ‎ટીમ સ્થાનિક પોલીસને સાથે‎ રાખીને કંપનીમાં તપાસ કરી‎છે.

મોડી રાત સુધી એટીએસ,‎સ્થાનિક પોલીસ અને એફ એસ‎એલની ટીમોએ તપાસ કરી‎હતી.એટીએસએ કંપની દ્વારા‎બનાવવામાં આવતી કેટલીક‎ શંકાસ્પદ દવાઓના નમુના બે‎ અલગ અલગ બોક્સમાં મેળવ્યા‎ હોવાનું સામે આવ્યું છે.‎એટીએસની ટીમ દ્વારા શંકાસ્પદ‎ દવાઓના નમુના મેળવી તપાસ‎ માટે લઈ જવામાં આવ્યા હોવાનું‎ જાણવા મળી રહ્યું છે.કંપની દ્વારા‎ બનાવાતી દવાના નમૂનાની‎ તપાસ બાદ જ હકીકત સામે‎ આવે તેવી શક્યતા સેવાઈ છે.‎