રાજ્યભરમાં દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. આરોપીઓને જાણે કે કાયદાનો ડર જ ન હોય એમ ગુનાહિત પ્રવૃતીઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે આજે રાજ્યમાંથી એક સાથે દુષ્કર્મની બે ઘટના સામે આવી છે. અમેરલીના વડીયામાં ચાર શખ્સોએ યુવતી પર સામુહિક દુષ્કર્મ આચર્યું છે. તો ભાવનગરમાં પાંચ વર્ષીય માસૂમ સાથે પણ દુષ્કર્મનો બનાવ બન્યો છે.
અમરેલીમાં સામુહિક દુષ્કર્મની ઘટનામાં મળતી માહિતી મુજબ અનિલ વિનુભાઇ દેસાઇ નામના શખ્સે એક 21 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપીને પોતાની મીઠી મીઠી વાતોમાં ભોળવીને તેના મિત્ર પ્રીતેશ રસિકભાઈ આસોદરીયાના ઘરે લઇ ગયો હતો. જ્યાં યુવતીને બળજબરી પૂર્વક સુવડાવી બચકા ભરી અને માથાના વાળ પકડી શરિરીક સબંધ બાંધ્યો હતો.
અનિલ દેસાઇએ બળજબરી પૂર્વક યુવતી પર દુષ્કર્મ આચર્યા બાદ તેના મિત્ર પ્રીતેશ રસિકભાઈ આસોદરીયા, દકુ ઉર્ફે નયન રામજીભાઇ વેકરીયા અને સોમા હરપાલભાઇ આલાણીના નામના અન્ય ત્રણ શખ્સોએ પણ યુવતી પર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.
વડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ 25 નવેમ્બરના રોજ યુવતી પર આ ચાર શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ યુવતીએ પોતાના ઘરે આવીને પરિવારજનોને વાત કરતાં ગતરોજ મોડી સાંજે આ ચાર શખ્સો સામે યુવતીએ ફરિયાદ નોંધાવી છે. સામુહિક દુષ્કર્મની આ ઘટનામાં હજી બીજા 10ના નામ સામે આવવાની શક્યતા છે.
ત્રણ આરોપી ઝડપાયા, એક ફરાર યુવતીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે, જેમની પ્રાથમિક પુછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે ફરાર એક શખ્સને દબોચવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. હાલ પોલીસ આરોપી સામે પુરાવા એકત્ર કરવા માટે ઊંડાણ પૂર્વક તપાસ કરી છે.