નકલી બિનખેતીના હુકમો : શૈશવ આણી મંડળી એ પંચમહાલમાં પણ દાહોદવાળી કરી હોવાની ભયભીત ચર્ચાઓ શરૂ…

પ્રતીકાત્મક તસ્વીર
  • નકલી બિનખેતી ના હુકમો માં જ્યુડીશિયલ કસ્ટડી ના હવાલે કરાયેલા ૩૮ આરોપીઓ પૈકી..
  • દાહોદ સબ જેલમાં કેદ માસ્ટર માઈન્ડ ભૂ-માફિયા બિલ્ડર શૈશવ સમેત કેટલાક સૂત્રધાર ચહેરાઓ ને સક્ષમ અદાલત ની મંજૂરીઓ સાથે અન્ય જેલો માં ટ્રાન્સફર કરવામાં આવે એવી ભૂમાફિયાઓ માં દહેશતો..!!

ગુજરાત સરકાર ના મહેસુલી તંત્ર ના સત્તાધીશો ને હચમચાવી દેનારા સરકારના કરોડો રૂપિયા ના પ્રિમયમોની ચોરીઓ કરનારા દાહોદ ના એ બહુચર્ચિત નકલી બિનખેતી હુકમોં ના બહાર આવેલા સ્ફોટક કૌભાંડ માં વન મેન શો જેવા ભૂ-માફિયા બિલ્ડર શૈશવ પરીખ ના ભરોસે અગર તો સહ ભાગીદાર બનેલા 38 જેટલાં આરોપીઓ ની દાહોદ પોલીસ તંત્રની તપાસ ટીમો દ્ધારા ઘરપકડો કરીને આ તમામને જેલ હવાલે કરાયા છે દાહોદ સબ જેલ માં કેદ થયેલા આ નકલી બિનખેતી ના આરોપી કૌભાંડકારીઓ ચહેરા ઓ હવે જેલ ની દીવાલો વચ્ચે ભૂ-માફિયા બિલ્ડર શૈશવ પરીખ ના કારનામાઓ સામે પસ્તાવાઓ ની ચર્ચાઓ કરતા હશે કે નહિ?? આ ખબરો જેલની અભેદ સુરક્ષાઓ વચ્ચે બહાર આવી શકે તેમ નથી પરંતુ ભૂ-માફિયા બિલ્ડર અને નકલી બિનખેતી હુકમો ના માસ્ટર માઈન્ડ શૈશવ પરીખ જેલ ની દીવાલો ની અંદર ઝડપાયેલા આરોપીઓ સાથે ગુફતેગુઓ કરીને અગરતો પોલીસ તંત્રની તપાસો ગેરમાર્ગે દોરવાની સાજિશ ને અંજામ આપવાના પ્રયત્નો હાથ ધરે આ પૂર્વે શૈશવ તથા અન્ય આરોપીઓ ને સક્ષમ અદાલતની મંજૂરીઓ સાથે દાહોદ સબ જેલ માંથી અન્ય જિલ્લા બહારની જેલમાં ખસેડવામાં આવે એવી દહેશતો ની ચર્ચાઓ પ્રજાજનો માં તો ઠીક ખુદ ભૂ-માફિયાઓ ની અંધારી આલમ ની સિન્ડિકેટ માં વ્યક્ત થઈ રહી છે..

દાહોદ ના વગદાર ભૂ-માફિયા બિલ્ડર શૈશવ પરીખ ના બહાર આવેલા નકલી બિનખેતી ના હુકમો ના સ્ફોટક કૌભાડો ના પગલે ભલભલા રાજકીય ગોડફાધરો અને વહીવટી તંત્ર ના સત્તાધીશો ની ઊંઘ હરામ થઈ જવા પામી છે દાહોદ પોલીસ તંત્ર દ્ધારા નકલી બિનખેતી ના હુકમો સામે ચાલી રહેલ સખ્ત કાયદેસર તપાસો માં આરોપીઓ ની ઘરપકડો નો આંક વધી શકે એમ છે તદ્દઉપરાંત શૈશવ ના બે ખાસ આરોપીઓ રામુ પંજાબી અને કુતબુદ્દીન રાવત ને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે નકલી બિનખેતી ના હુકમો માં ઝડપાયેલા શૈશવ પરીખ સહીત ના જ્યુડીશિયલ કસ્ટડી માં કેદ રહેલા કેટલાક આરોપીઓ ને દાહોદ સબ જેલ માં એક સાથે રાખવાના બદલે હવે સક્ષમ અદાલત ની મંજૂરીઓ સાથે અન્ય જેલો માં ટ્રાન્સફર કરવામાં આવે એવી આશઁકાઓ ની દહેશતો ખુદ ભૂ-માફિયાઓ ની સિન્ડિકેટ માં ચર્ચાઓ ના કેન્દ્ર સ્થાને ગોઠવાઈ છે..