આણંદની બે મહિલાની દૂધના વ્યવસાય થકી વર્ષે રૂા. 2 કરોડની માતબર કમાણી

ચરોતરમાં સહકારી ક્ષેત્ર સૌ પ્રથમ પાયા 1946માં ત્રિભુવનદાસ પટેલને ખેડા જિલ્લા સહકારી દૂધ મંડળી શરૂ કરી હતી જે શ્વેતક્રાંતિમાં પલટાઇ જતાં દૂધના ક્ષેત્રમાં ચરોતરે નામના મેળવી છે. પશુપાલનના વ્યવસાય થકી 45 ટકા પરિવારોનું ગુજરાન ચાલી રહ્યું છે.જેમાં મહિલાઓનો સિંહ ફાળો રહેલો છે.

આણંદ જિલ્લાની બે મહિલાએ પશુપાલન વ્યવસાય થકી વર્ષે રૂા. 2 કરોડની આવક મેળવી પરિવારને સમૃદ્ધ બનાવવાની સાથે આગવી ઓળખ ઉભી કરી છે. આણંદ – ખેડા જિલ્લામાં સાત લાખ દૂધાળા પશુઓ છે જેના ઉપર સાડા ચાર લાખ પરિવારો દૂધના વ્યવસાય સાથે જોડાયેલા છે.

ચરોતરમાંથી શિયાળામાં દૈનિક 32 લાખ લિટર દૂધ ભરાય છે. જ્યારે ઉનાળામાં 26 લાખ લિટર દૂધ ભરાય છે. દૂધની સાથે પશુઓના છાણનો પણ ખાતર સહિત અન્ય વસ્તુઓમાં ઉપયોગ કરીને સારી આવક મેળવી શકે છે. મોટાભાગે મહિલાઓ આ વ્યવસાય સાથે જોડાયેલી છે.

ઓડના મીનાબેન પટેલ પશુપાલન વ્યવસાય થકી ઘર ચલાવીને બે છોકરાને ભણવા માટે વિદેશ મોકલ્યા. ઓડના મીનાબેન વસંતભાઇ પટેલે જણાવ્યું હતું કે, 2000ની સાલમાં પરણીને સાસરે આવી ત્યારે ખેતી પર જીવન ગુજરાન પરિવારનું ચાલતું હતું. પરંતુ 2002માં ઓડ હત્યાકાંડમાં મીનાબેનના પતિ અને જેઠ બંનેને જેલ થતાં સમગ્ર પરિવારની જવાબદારી તેમના માથે આવી પડી હતી. માત્ર 11 ધોરણ પાસ હોવા છતાં હિંમત રાખીને ઘરકામ સાથે ખેતીકામ અને પશુપાલન વ્યવસાય સંભાળવાની સાથે બાળકોને ભણવાની જવાબદારી ઉપાડી લીધી હતી.

પશુપાલનમાં દૈનિક આવક મળતી હોવાથી આ વ્યવસાય આગળ વધારાવાનો નિર્ણય મીનાબેન કર્યો હતો. પાંચ ગાયમાંથી ધીમે ધીમે કરીને 10 ગાયો કરી ત્યારબાદ 15 ગાયો અને આજે 50થી વધુ ગાયો, ભેંસો સાથે તબેલો બનાવ્યો છે. ગાયોની કમાણીમાંથી બાળકોને વિદેશમાં અભ્યાસ કરવા માટે મોકલ્યા હતા. તેમજ પતિ અને જેઠ 10 વર્ષથી જેલમાં રહ્યાં ત્યાં સુધી ઘર ચલાવવા સહિત ખેતીકામ કરીને પરિવારે સંભાળ્યું હતું. તબેલા થકી આજે 36 લાખની આવક મળે છે. ભવિષ્યમાં મોટો તબેલો બનાવીને 50 લાખની આવક મેળવવાની ઇચ્છા છે.

બોરસદ તાલુકાના કાવીઠા ગામના મિતલબેન પટેલ 2003 માં બીએસસીનો અભ્યાસ પૂર્ણ કર્યાં બાદ પરિવાર સાથે રહી શકાય તે માટે નોકરી શોધવાની જગ્યાએ નાના પાયે ખેતરમાં 5 ગાયોથી તબેલો શરૂ કર્યો હતો. ધીમે ધીમે કરીને 50 ગાયો ભેંસો તબેલો તૈયાર કર્યો હતો. આજે તો તેમની પાસે 170 ગાયો ભેંસો છે. તેમના માતાપિતા કેનેડા રહેતા હોવાથી તેઓ પણ કેનેડા ગયા હતા. પરંતુ તેમનું મન ના લાગત પરંત ફરીને પોતાનો મૂળ ધંધાને વિકાસાવ્યો હતો. આધુનિક તબેલો બનાવ્યો હતો. જેમાં ગાયોના ગળામાં આધુનિક બેલ્ટ લગાવ્યા છે. ગાય તાવ કે અન્ય કોઇ સમસ્યા થાય તો તેમના મોબાઇલમાં મેસેજ પડતાં તેઓ તાત્કાલિક સારવાર કરાવે છે. તેમજ ગાયોને સ્પેશિયલ પોતે લીલાઘાસ, દાણ અને અન્ય ખોરાક મિશ્રણ કરવા મિકસર વસાવ્યું છે.તેમજ ગાયો મોઢા આગળ એક કુંડી મુકી છે. જેમાં પાણી ઓટોમેટીક ભરાઇ જાય છે. ગાય જેટલુ પાણી પીવે તેટલું પુન :ભરાઇ જેવી સેન્સર સીસ્ટમ લગાવી છે. હાલમાં તેઓની આવક વાર્ષિક દોઢ કરોડ ઉપરાંતની છે ભવિષ્યમાં 500 ગાય તબેલો બનાવવાની છે.સાથે નનો આધુનિક બ્રિગેડ ભેંસોની ઓલાદ તેયાર કરવા માટે તબેલો બનાવવાની છે.