ગોધરા શહેર નજીકમાં આવેલ વેજલપુરના મોટા મહોલ્લા ખાતે રહેતા એક સગીર વયના યુવક ઉપર પોતાના જ મિત્રો ભેગા મળીને સગીર યુવકને બાઈક ઉપર બેસાડી અને હોટલમાં જમવા લઈ જવાના બહાને એક અવારું જગ્યા ઉપર લઇ જઇને બળજબરીપૂર્વક કપડા ઉતારી અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરીને ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યો હતો.
ત્યાર બાદ સગીર વયના યુવકના મૃતદેહને અન્ય મિત્રની મદદથી તળાવમાં નાખી દઈ ત્રણેય મિત્રો ફરાર થઈ ગયા હતા. જે ઘટનાની વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે વેજલપુર પોલીસ મથકના પીઆઇ એમ.બી.ગઢવી તથા વેજલપુર પોલીસના સ્ટાફે આરોપીઓને પકડવા માટે ધમધમાટ શરૂ કર્યો હતો. ગણતરીની કલાકમાં જ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચારનાર બે આરોપીની અટકાયત કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટ દ્વારા બંને આરોપીને સાત દિવસના રિમાન્ડ માંગ્યા બાદ ચાર દિવસના મંજૂર કરવામાં આવ્યા હતા.
આ બનાવ સંદર્ભે વેજલપુરના મોટા મહોલ્લા ખાતે રહેતા પિતાએ વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના સગીર વયના દીકરાને તેના મિત્રો દ્વારા ચલાલી રોડ ઉપર આવેલા મહાદેવ મંદિર પાસે પ્લોટીંગવાળી જગ્યાની પાછળ લઈ જઈને બળજબરીપૂર્વક સગીર યુવકના કપડાં કાઢી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. ત્યાર બાદ સગીર વયના યુવકનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી તેના મૃતદેહને તળાવમાં ફેંકી દેવામાં આવ્યો હતો. જેની વેજલપુર પોલીસ મથકમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે વેજલપુર પોલીસ મથકના પી.આઇ.એમ.બી ગઢવી અને વેજલપુર સ્ટાફ દ્વારા ગણતરી કલાકોમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર આરીફ ઉર્ફે ડિંગુ યાકુબ પાડવા અને ઇમરાન ભાઈ ઉર્ફે ઇનાન કરીમભાઈ પથિયા નામના બંને આરોપીઓને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં નામદાર કોર્ટ દ્વારા બંને આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.