મહારાષ્ટ્રમાં હવે નૌટંકી બંધ : મહાયુતિ પ્રચંડ બહુમતિ તરફ; એકલા શિંદે કોંગ્રેસ-ઉદ્ધવ અને શરદ પવાર પર ભારે

મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટો પર સવારે 8 વાગ્યાથી મતગણતરી ચાલુ છે. પહેલા બે કલાકમાં મહાયુતિ (MU) અને મહાવિકાસ આઘાડી (MVA) વચ્ચે રસાકસીની ટક્કર થઈ હતી, પરંતુ અઢી કલાક પછી એટલે કે સવારે 10.30 વાગ્યા પછી ભાજપ ગઠબંધનના વલણો એકતરફી જીત તરફ આવ્યા હતા. મહાયુતિને 200થી વધુ બેઠકો મળતી જણાય છે.

બીજી તરફ કોંગ્રેસ ગઠબંધન પાછળ રહી ગયું છે. તેઓ 54 સીટો પર આગળ ચાલી રહ્યા છે. ભાજપે 149 બેઠકો પર ચૂંટણી લડી હતી. તેમાંથી ભાજપ 128 સીટો પર આગળ છે, એટલે કે ભાજપનો સ્ટ્રાઈક રેટ 86% છે.

સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ અજિત પવાર લીડ કરી રહ્યા છે. નાગપુર દક્ષિણ-પશ્ચિમ બેઠક પરથી દેવેન્દ્ર ફડણવીસ આગળ છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે કંઈક ખોટું છે. આ જનતાનો નિર્ણય નથી.

આ વખતે મુકાબલો મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે હતો. મહાયુતિમાં ભાજપ, શિવસેના (એકનાથ શિંદે) અને NCP (અજિત પવાર)નો સમાવેશ થાય છે, જ્યારે મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને NCP (શરદ પવાર)નો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો પર 20 નવેમ્બરે મતદાન થયું હતું. 2019ની સરખામણીએ આ વખતે 4% વધુ મતદાન થયું છે. 2019માં 61.4% વોટ પડ્યા હતા. આ વખતે 65.11% મતદાન થયું છે.

અમિત શાહે શિંદે, અજીત અને ફડણવીસને અભિનંદન પાઠવ્યા

ટ્રેન્ડમાં મહાયુતિને પૂર્ણ બહુમતી મળ્યા બાદ ગૃહ મંત્રી અમિત શાહે એકનાથ શિંદે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા.

મુંબઈમાં એકનાથ શિંદેના ઘરની બહાર ફટાકડા ફોડીને કાર્યકરોએ ઉજવણી કરી.

https://twitter.com/ANI/status/1860199724047040909

સંજય રાઉતે કહ્યું- પરિણામોમાં કંઈક તો ગડબડ છે

https://twitter.com/ANI/status/1860188052943253649