વેજલપુર ગ્રામ પંચાયતના ટાવર રોડ વિસ્તાર માંથી લારી ગલ્લા અને કેબીનોવાળા દબાણ દુર કર્યા : પાકા દબાણો યથાવત


કાલોલ તાલુકાની વેજલપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં જાહેર વિસ્તારોમાંં ગેરકાયદેસર દબાણો ઉભા કરવામાં આવ્યા હોય આવા ગેરકાયદેસર દબાણો દુર કરવા માટે લાંબા સમયથી માંગ કરાઈ રહી હતી. પરંતુ ગેરકાયદેસર દબાણકર્તાઓ યેનકેન પ્રકારે આવા દબાણો દુર ન થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. આખરે તા.19 નવેમ્બરના રોજ વેજલપુર મેન ટાવર રોડ વિસ્તારમાં લારી ગલ્લા અને કેબીનોવાળા દબાણો દુર કરવામાં આવ્યા છે. જ્યારે પાકા દબાણો હોય તે દુર કરવામાં આવ્યા નથી.

કાલોલ તાલુકાના વેજલપુર ગામ આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે હબ સમાન છે. ગ્રામ્ય વિસ્તારોના લોકો મોટાભાગની ખરીદી માટે વેજલપુર ગામ સાથે જોડાયેલા છે. વેજલપુર પંચાયત વિસ્તારના ખુલ્લા રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણો કરવામાંં આવેલ હોય આવા ગેરકાયદેસર દબાણો દુર કરવા માટે વેજલપુરના જાગૃત નાગરિક વર્ષોથી રજુઆત કરતા આવ્યા છે. પરંતુ વેજલપુર પંચાયતના સત્તાધિશો દ્વારા આવા ગેરકાયદેસર દબાણકર્તા આના દબાણો દુર ન થાય તે માટે કાર્યવાહી બચતા હતા. આખરે જીલ્લા કલેકટર અને પ્રાંત અધિકારીમાંં વેજલપુર પંચાયત વિસ્તારના દબાણોનો પ્રશ્ર્ન જતાં વેજલપુર પંચાયત વિસ્તારના દબાણો દુર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. દિવાળીના તહેવારોને લઈ દબાણો દુર કરવાની કામગીરી રદ કરવામાં આવી હતી અને તા.19 નવેમ્બરના રોજ વેજલપુર પંચાયતના ટાવર રોડ વિસ્તાર માંંથી લારી ગલ્લા અને કેબીનોના દરાણો દુર કરવામાં આવ્યા હતા. આજે હાથ ધરવામાં આવેલ દબાણો દુર કરવાની કાર્યવાહી દરમિયાન પણ પાકા દબાણકર્તાઓ દ્વારા સ્વૈચ્છિક દબાણો દુર કરવાની ખાતરી આપતા આવા દબાણો દુર કરાયા નથી. અગાઉ પણ વેજલપુર પંચાયતમાં દબાણો દુર કરવાની કામગીરી સમયે પણ પાકા દબાણકર્તાઓ સ્વૈચ્છિક દબાણ દુર કરવાનું જાણાવી આજદિન સુધી દબાણ દુર કર્યા નથી.

વેજલપુર વિસ્તારના સીંધી બજારમાં આવેલ સરકારી ગરનાળા ઉ5ર મસમોટું પાકું દબાણ તેમજ લાગુ નં.1417, 1418નો આગળનો ખુલ્લો ભાગ જે પાકુંં મસમોટું દબાણ વર્ષોથી કરવામાં આવેલ છે. જે દબાણની માપણી પણ કરવામાં આવેલી છે અને સરકારના રેકર્ડ ઉપર 2015માં લેખિત પત્ર પણ આપવામાં આવેલા છે. જે દબાણ અમો દિન-7માં સ્વૈચ્છિક દુર કરીશું તેવા બાંહેધરી પત્ર વેજલપુર ગ્રામ પંચાયતને આપવામાં આવેલા છે પરંતુ વેજલપુર ગ્રામ પંચાયતના સત્તાધીશો આ દબાણ કયા કારણોસર દુર કરતા નથી. તે એક તપાસનો વિષય છે. જ્યારે વેજલપુર ગામના એક જાગૃત નાગરિક દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી આ દબાણો સંદર્ભે અનેક રજુઆતો કરેલ હોવા છતાં અધિકારીઓ દ્વારા આ મોટા અને પાકા દબાણો કયા કારણોસર દુર કરવામાં આવતા નથી અને આ દબાણકર્તાઓ દિન પ્રતિદિન દબાણમાં વધારો કરી રહેલ છે.