દુષ્કર્મી કાઉન્સિલરનું વધુ એક કરતૂત સામે આવ્યું : ભાજપના સસ્પેન્ડેડ કોર્પોરેટરથી પરિણીતાને ગર્ભ રહેતા ‎પતિએ દવાખાને લઈ જઇ ગર્ભપાત કરાવ્યો ‎હતો‎

આણંદ નગરપાલિકાના વોર્ડ ‎નંબર 6ના ભાજપના સસ્પેન્ડેડ કાઉન્સિલર ‎‎દીપુ ગોરધન પ્રજાપતિ (જલારામ ‎‎ખમણવાળા)એ શહેરમાં જ રહેતી ‎‎એક પરિણીતા ઉપર દુષ્કર્મ ‎ગુજાર્યાનો કિસ્સો પ્રકાશમાં ‎આવતા જ ખળભળાટ મચી ગયો‎ છે. બીજી તરફ ધરપકડથી બચવા દીપુ પ્રજાપતિ ભૂગર્ભમાં ઊતરી ગયો છે.‎ ત્યારે એની વધુ એક કરતૂત સામે આવી છે. દીપુ પ્રજાપતિએ બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારતાં પરિણીતાને ગર્ભ રહ્યો હતો અને દીપુએ ધમકીઓ આપતાં ‎પતિએ દવાખાને લઈ જઇ ગર્ભપાત કરાવ્યો ‎હતો‎.

પોલીસે તેના ઘર-મિત્ર ‎વર્તુળ સહિત સગા-સંબંધીઓના ‎ઘરે દરોડા પાડ્યા હતા. પરંતુ તે‎ હાથમાં આવ્યો નથી. તેનો ફોન ‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎પણ તેણે બંધ કરી દીધો છે. ત્યારે‎ આ તમામ વાતો વચ્ચે દુષ્કર્મી‎ કાઉન્સિલરની વધુ એક કરતૂત‎ બહાર આવી છે, જેમાં ગત જૂનમાં પરિચય કેળવ્યા બાદ પંદર ‎દિવસ બાદ જ દીપુ પ્રજાપતિ પરિણીતાના ઘરે ‎પહોંચી ગયો હતો અને તેના પર ‎દુષ્કર્મ ગુજાર્યું હતું. જેને પગલે ‎પરિણીતાને ગર્ભ રહી ગયો ‎હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.‎ જેમાં પતિને સાથે રાખીને‎ પરિણીતાએ ગર્ભપાત પણ ‎કરાવ્યો હતો.

ભાજપ કાઉન્સિલર દીપુ‎ ગોરધન પ્રજાપતિ ગત જૂનમાં ‎લોકસભાની ચૂંટણીમાં મતદાર‎ સ્લિપ આપવાના બહાને‎ પરિણીતાનો મોબાઈલ નંબર લઈ ‎ગયો હતો. એ પછી તેણે તેની સાથે‎ વાતચીત શરૂ કરી હતી. એ બાદ‎ બંને વચ્ચે થયેલી ટેલિફોનિક‎ વાતચીતનું રેકોર્ડિંગ તેના પતિને‎ મોકલવાની ધમકીઓ આપી ગત ‎જૂનમાં જ તેના ઘરે આવી પહોંચ્યો ‎હતો. જ્યાં પરિણીતાનું મોઢું ‎દબાવી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ‎ ઘટના બાદ પરિણીતાને પેટમાં‎ ખૂબ દુ:ખાવો થતો હોય તેણે દીપુ ‎પ્રજાપતિને ફોન કરીને જાણ કરી ‎હતી. પરંતુ નરાધમ દીપુએ તેને ‎ગોળીઓ લેવા પણ દબાણ કર્યું હતું.

બીજી તરફ પરિણીતા તેના ‎પતિ સહિત પરિવાર સાથે ગત‎ 22મી જૂનના રોજ ઉત્તરપ્રદેશ‎ ખાતે સાઈટ પર ગયા હતા. જ્યાં ‎પુન: તેને દુ:ખાવો થતાં જ તેઓ ‎પરત આણંદ આવ્યા હતા. જ્યાં‎ તેમણે ખાનગી દવાખાનામાં‎ તપાસ કરાવતાં જ પરિણીતા‎ સગર્ભા હોવાનું ખૂલ્યું હતું. જેને‎ પગલે પતિને સાથે રાખીને જ‎ તેણીએ ગર્ભપાત કરાવ્યો હતો.‎ આમ, કાઉન્સિલરે ‎દુષ્કર્મ ગુજારતા ગર્ભવતી થઈ ‎હોવાનો પરિણીતાએ આક્ષેપ કર્યો હતો.‎ નોંધનીય છે કે, સમગ્ર બનાવમાં‎ પોલીસે મારામારીમાં ‎સંડોવાયેલા કાઉન્સિલરના બે સાગરીતની પણ ‎ધરપકડ કરી છે.‎