શહેરા તાલુકા પંચાયત કોંગ્રેસના વિરોધપક્ષના નેતા જે.પી.સોલંકીના પાસા રદ કરતાં જેલમાં છુટીયા

શહેરા,

પંચમહાલના શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે.બી. સોલંકીને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માંથી ટિકિટ મળે તેવી શક્યતા જોવા મળી રહી હતી. ત્યારે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જે.બી. સોલંકીનો પાસાનો હુકમ કરવામાં આવતા પાસા હેઠળ ધરપકડ કરીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા. જોકે, હાઇકોર્ટમાં પાસા રદ કરવા માટેની અરજી મુકતા હાઇકોર્ટે ફરિયાદના આધારે પાસા નહિ કરી શકાય તે માટે છોડી મૂકવાનો હુકમ કરતા તેઓ જેલ મુક્ત થયા હતા. તાલુકા વિધાનસભા બેઠક પર અંતિમ તબક્કામાં ગરમાયેલા રાજકીય માહોલ વચ્ચે જે.બી.સોલંકી જેલ મુક્ત થઈને પરત આવતા તેમના સમર્થકો દ્વારા તેમનું ફુલહાર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસના પ્રચાર માટે રાખવામાં આવેલ જે.બી.સોલંકીની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જે.બી.સોલંકીએ કોંગ્રેસને જીતાડવા માટે હાકલ કરી હતી. કોંગ્રેસ અગ્રણી જે.બી.સોલંકી એ જણાવ્યું હતું કે, મારા પર ખોટા પાસા થયા હતા. તંત્રને મારી વિનંતી છે કે, મારા જોડે જે કર્યું તેવું બીજા કોઈ જોડે કરશો નહીં જો આવું ચાલ્યું તો લોકોનો વિશ્ર્વાસ તંત્ર પરથી ઉઠી જશે.