ચોરોએ કરી પોલીસ ના ઘરમાં ચોરી : ગોધરાના SRP ગ્રુપ-5માં બ્લોક નં બી/ 21 માં આવેલા ચાર જેટલા મકાનોના તાળા તોડી લાખોની ચોરી કરી ચોર ફરાર

ગોધરા શહેરના લુણાવાડા હાઇવે માર્ગ ઉપર આવેલ SRP ગ્રુપ-5માં બ્લોક નં બી/ 21 માં આવેલા ચાર જેટલા મકાનોના તાળા તોડ્યા હતા. જેમાંથી એસઆરપી ગ્રુપ-5મા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ પરમાર ના મકાનમાંથી સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળી 3, 91,686 રૂપિયાની ચોરી કરી હતી.જ્યારે અન્ય ત્રણ મકાનોની વાત કરવામાં આવે તો સુરમલભાઈ અમજીભાઈ બારીયા ના મકાનમાંથી સોનાના બુટ્ટી તેમજ ભરતભાઈ ના મકાનમાંથી ચાંદીના છડા જ્યારે અંજનાબેન ના મકાનમાંથી કઈ પણ મળ્યું ન હતું. આમ એક જ નાઇટમાં ચાર જેટલા મકાનના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો. જે સમગ્ર બનાવની ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર SRP ગ્રુપ-5 અને મૂળ ગોધરા તાલુકાના ઓરવાડા ખાતે રહેતા અને એસઆરપી માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ કશનાભાઈ પરમાર  પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે. દિવાળી ટાણે તેઓ સુરત ખાતે રેલવે સ્ટેશન ઉપર બંદોબસ્તમાં હતા અને ગત 11/11/2024 ના રોજ સવારના સમયે તેઓની પત્ની રૂમ બંધ કરી પોતાના વતનમાં ગયા હતા. અને  તા.14/11/2024 ના રોજ સવારના આશરે છ વાગ્યે ફરજ પરના એસ.આર. પી ચેતનભાઈ જે. ભરવાડનો ફોન આવ્યો હતો.અને જણાવ્યું હતું કે રાત્રિના બે થી ચાર ની આસપાસ સરકારી રૂમના તાળા તૂટ્યા છે. જેમાં તમારા મકાનના પણ તાળા તોડયા છે. ત્યારે મેં જણાવ્યું હતું કે હું સુરત છું પરંતુ કોઈ વાંધો નહીં હું મારી પત્નીને ત્યાં મોકલું છું. અને મારી પત્ની જ્યારે એસઆરપી ગ્રુપમાં આવેલ અમારા રૂમમાં ગઈ ત્યારે સર સામાન વેરવિખેર રીતે ફરી રહ્યો હતો. અને દાગીના મુકવાની પેટીમાંથી દાગીના જોવા મળ્યા ન હતા. જેથી હું બે કલાકમાં ગોધરા આવ્યા બાદ મારા મકાનમાં તપાસ કરતા

(1)સોનાનુ મંગળસુત્ર નંગ-૧  (2)ચાંદીના છડા અને લક્કી ,(3) સોનાની ચુની (4) કમર બંન્દ ચાંદીનો  (5) સોનાની બુટી ( 6) સોનાની સોય દોરો નંગ-4 (7) લક્કી ચાંદીની (8) ચાંદી નો જુડો  (9) છડા ચાંદીના  (10) હાથની ચુડી ચાંદીની (11) સોનાનુ પેન્ડલ  (12) સોનાની વિંટી (13)ચાંદીની ઇંટ  (14)સોનાની ચેન (15) સોનાના ઝુમ્મર (16) સોનાની વિંટી તથા રોકડા રૂપિયા 5000  મળી કુલ કિંમત રૂપિયા 3,91,686/- ની કોઈ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા હતા. જે સમગ્ર બનાવને લઈને જગદીશભાઈ પરમાર ગઈકાલે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા ચોરી સમી વિરુદ્ધ ગુનો નોધી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે.