ગોધરા,
ગોધરા સિટી સર્વે કચેરીમાં ગાંધીનગર ટીમે તપાસ કરતા 2866 પ્રોપર્ટીકાર્ડ ક્ષતિયુકત મળી આવતા નિયમો નેવે મુકીને કામગીરી કરનાર તત્કાલિન સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ સહિત 4 કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે જિલ્લા કલેકટરે ખેતી હેડે બોલતી જમીનના બનેલા 100 જેટલા પ્રોપર્ટીકાર્ડ રદ્દ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.
ગોધરા સિટી સર્વે કચેરીમાં પ્રોપર્ટીકાર્ડ ઈશ્યુ કરવામાં ભ્રષ્ટાચાર કરાયો હોવાની રજુઆત બાદ ગાંધીનગરની ટીમે ગોધરા કચેરી તપાસ અર્થે હતી. તપાસમાં કચેરીમાં 2866 પ્રોપર્ટીકાર્ડ ક્ષતિયુકત રીતે બનાવેલ હોવાનુ બહાર આવ્યુ હતુ. કચેરીમાંથી 2866 જેટલા પ્રોપર્ટીકાર્ડ ગેરરિતી આચરીને બનાવ્યા હોવાનુ પ્રથમ દર્શીય જણાતા સિટી સર્વે કચેરીના તત્કાલિન સિટી સર્વે સુપ્રિ.સહિત 4 કર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે કચેરીમાં 2866 પ્રોપર્ટીકાર્ડ ક્ષતિ યુકત મળી આવતા આ પ્રોપર્ટીકાર્ડને રદ્દ કરવા કે ચાલુ રાખવા તેની અસંમજસમાં કચેરી હતી. વડી કચેરી પાસેથી ક્ષતિયુકત પ્રોપર્ટીકાર્ડનો અભિપ્રાય માંગવામાં આવ્યો હતો. ત્યારે કચેરીમાં 2866 ક્ષતિયુકત પ્રોપર્ટીકાર્ડમાં 100 જેટલા પ્રોપર્ટીકાર્ડ ખેતી હેડે જમીન હોવા છતાં બનાવ્યા હોવાનુ જિલ્લા કલેકટરે જણાવ્યુ છે. જેથી આવા ખેતીલાયક જમીનના 100 જેટલા પ્રોપર્ટીકાર્ડ રદ્દ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જયારે બાકીના ક્ષતિયુકત પ્રોપર્ટીકાર્ડ વડી કચેરીની સુચનાઓ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યુ છે. ત્યારે ગોધરા સિટી સર્વે કચેરીમાં પ્રોપર્ટીકાર્ડ મામલા રાજયમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે કચેરીના ઈન્ચાર્જ એસએલઆર તરીકેનો ચાર્જ ગોધરા પ્રાંત પાસે છે. 100 જેટલા ખેતી હેડે જમીનના પ્રોપર્ટીકાર્ડ રદ્દ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.