કોલ્ડપ્લે કોન્સર્ટ અમદાવાદમાં યોજાશે:25મી જાન્યુઆરીએ મોદી સ્ટેડિયમમાં શો : 16મી નવેમ્બરથી ઓનલાઈન ટિકિટ વેચાશે

આખું વિશ્વ જેની પાછળ પાગલ થયું છે એ કોલ્ડપ્લેનો કોન્સર્ટ ગુજરાતમાં યોજાશે. આગામી તારીખ 25મી જાન્યુઆરીએના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સંગીતનો ભવ્ય જલસો યોજાશે. આગામી તારીખ 16મી નવેમ્બરના રોજ બૂક માય શો પર ઓનલાઈન ટિકિટનું વેચાણ થશે.

મ્યુઝિકના શોખીનો માટે સારા સમાચાર છે. ગુજરાતના આંગણે જ કોલ્ડપ્લેનો કોન્સર્ટ માણી થકશે. મોદી સ્ટેડિયમમાં યોજાનારા આ કોન્સર્ટમાં રૂપિયા 2500થી ટિકિટ શરૂ થશે. નોંધનીય છે કે આ શોની ટિકિટો મિનિટોમાં વેચાઈ જાય છે. પાછળથી લાખો રૂપિયામાં બ્લેકમાં ટિકિટ વેચાય છે. અમદાવાદમાં પણ જેવું ઓનલાઈન ટિકિટનું વેચાણ શરૂ થશે તેની મિનિટોમાં વેચાઈ જવાનું કહેવાય રહ્યું છે.

આગામી તારીખ 18, 19 અને 21મી જાન્યુઆરીના રોજ મુંબઈમાં કોલ્ડપ્લેના ત્રણ કોન્સર્ટ યોજવાના છે. તેની સાથે હવે અમદાવાદનો ઉમેરો થયો છે. મુંબઈમાં કોન્સર્ટની જાહેરાત થતા જ ભારે ધસારાના કારણે અનેક લોકોને ટિકિટ મળી શકી નહોતી. ઓનલાઈન બૂકિંગમાં લાખો લોકોનું વેઇટિંગ લિસ્ટ હતું. ટિકિટ ન મળતા અનેક ચાહકો નિરાશ થયા હતા.

અમદાવાદની હોટેલ્સ હાઉસફૂલ થઈ જશે, અમદાવાદમાં મ્યુઝિક રસિકોનું ધોડાપૂર ઉમટશે મુંબઈમાં ત્રણ શો હાઉસફૂલ થઈ ગયા છે. તેની ટિકિટો લાખોમાં બ્લેકમાં વેચાઈ રહી છે. એ જ રીતે હવે અમદાવાદમાં કોન્સર્ટની જાહેરાત થતાં શહેરની હોટેલ્સ હાઉસફૂલ થઈ જઈ શકે છે. આ શો જોવા માટે બીજા રાજ્યના લોકો પણ આવશે. મોદી સ્ટેડિયમમાં 1.25 લાખ જેટલી કેપેસિટી હોવાથી શહેરમાં મ્યુઝિક રસિકોનું ધોડાપૂર ઉમટે તેવી શક્યતા સેવાઈ રહી છે.

કોલ્ડપ્લે શું છે જેણે ઈન્ટરનેટ જગતમાં તોફાન મચાવી દીધું છે. આ બેન્ડનું લાઈવ પર્ફોર્મન્સ જોવા માટે આખી દુનિયામાં ક્રેજ જોવા મળી રહ્યો છે. આ બેન્ડમાં મુખ્ય ગાયક ક્રિસ માર્ટિન, ગિટારિસ્ટ જોની બકલેન્ડ, બેસિસ્ટ ગાય બેરીમેન અને ડ્રમર વિલ ચેમ્પિયન સહિત 4 સભ્યો છે. ફિલ હાર્વે આ ગ્રૂપનો મેનેજર છે.

કોલ્ડપ્લે બેન્ડની લંડનમાં શરૂઆત કરી, 7 ગ્રેમી એવોર્ડ જીત્યા કોલ્ડપ્લે બેન્ડની શરૂઆત વર્ષ 1997માં લંડનમાં થઈ હતી. ક્રિસ માર્ટિન, જોની બકલેન્ડ, ગાય બેરીમેન, વિલ ચેમ્પિયન અને ફિલ હાર્વે આ બેન્ડના સભ્યો છે. કોલ્ડપ્લેને 39 નોમિનેશનમાં 7 વખત ગ્રેમી એવોર્ડ મળ્યો છે.

2016માં મુંબઈ કોન્સર્ટ યોજાયો હતો 2016માં મુંબઈમાં યોજાયેલા ગોલ્ડન સિટીઝન ફેસ્ટિવલમાં કોલ્ડપ્લે પરફોર્મ કર્યું હતું. 80 હજાર લોકો આ શોનો હિસ્સો બન્યા હતા, જેમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ સામેલ હતા. હવે 9 વર્ષ પછી બેન્ડ ફરી ભારતમાં આવી રહ્યું છે. કોલ્ડ પ્લેનાં ગીતો ‘હાયમ્ન ફોર ધ વીકેન્ડ’, ‘યેલો’, ‘ફિક્સ યૂ’ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે.

કોલ્ડપ્લે બેન્ડ 12મા આલ્બમ પછી નિવૃત્તિ લેશે બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેના સિંગર ક્રિસ માર્ટિને કહ્યું છે કે તેમનું બેન્ડ તેમનું 12મું સ્ટુડિયો આલબમ બહાર પાડ્યા પછી નિવૃત્ત થશે. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમે બેન્ડ તરીકે માત્ર 12 આલબમ જ રિલીઝ કરીશું. આમ કરવા પાછળનો અમારો હેતુ ચાહકોને શ્રેષ્ઠ ગુણવત્તા આપવાનો છે. અમે અમારાં ગીતોને સુધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છીએ. અમે અન્ય કલાકારો પાસેથી પ્રેરણા લઈને આ નિર્ણય લીધો છે કારણ કે, હેરી પોટરની માત્ર સાત સિઝન હતી. તેણે કહ્યું કે, અમે બેન્ડ તરીકે માત્ર 12 આલબમ જ રિલીઝ કરીશું. આમ કરવા પાછળનો અમારો હેતુ ચાહકોને શ્રેષ્ઠ ગુણવત્તા આપવાનો છે. અમે અમારાં ગીતોને સુધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છીએ. અમે અન્ય કલાકારો પાસેથી પ્રેરણા લઈને આ નિર્ણય લીધો છે કારણ કે, હેરી પોટરની માત્ર સાત સિઝન હતી.