દાહોદ,
હિન્દુઓનું આસ્થાનુ કેન્દ્ર એવા અયોધ્યામા ભગવાન રામલલ્લા ભવ્ય મંદિરમા બિરાજમાન થયા બાદ દરરોજ લાખો ભક્તો દર્શન કરવા જતા હોય છે. ત્યારે ભગવાન શ્રીરામમા અતુટ શ્રધ્ધા અને ભક્તિ ધરાવતા લોકો પોતાની આસ્થા પ્રમાણે અયોધ્યા પહોંચતા હોય છે. ત્યારે સુરતના બે સગા ભાઈઓ સાયકલ પર 1400 કિલોમિટરની યાત્રા કરીને અયોધ્યા ભગવાનના દર્શન કરવા નિકળ્યા છે.
ચાર દિવસની યાત્રા કરીને બંન્ને યુવાનો દિપક ગુપ્તા અને મોહિત ગુપ્તા આજે દાહોદ ખાતે આવી પહોંચ્યા હતા. આ બંન્ને રામભક્ત ભાઈઓનો એક જ ઉદ્દેશ છે કે, ભગવાન શ્રીરામની કૃપાથી સમગ્ર વિશ્ર્વમાં ભાઈચારો ફેલાય અને વિશ્વમા શાંતિ જળવાય તે માટે સાયકલ યાત્રા કરીને લોકોને પણ સંદેશ આપી રહ્યા છે. સુરત થી 4 દિવસની યાત્રા બાદ આજે દાહોદ રાત્રી રોકાણ કરશે. આ બંન્ને ભાઈઓ દરરોજ 60 થી 70 કિલોમીટર જેટલી સાયકલ ચલાવી રહ્યા છે અને 20 થી 22 દિવસ સુધીમા અયોધ્યા પહોંચીને ભગવાન રામના દર્શન કરીને વિશ્વમા શાંતિ જળવાય તે માટે પ્રાર્થના કરશે.સુરત થી અયોધ્યા સુધીની સાયકલ યાત્રા કરીને વિશ્વમાં ભાઈચારાનો સંદેશ આપવાના ઉદ્દેશ સાથે નિકળેલા બે સગા ભાઈઓ દાહોદ ખાતે આવી પહોંચ્યા હતા.