હાલોલ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ માટે રંગોળી અને આકૃતિઓ દોરવામાં આવી

ગોધરા,

વિધાનસભાની સામાન્ય ચુંટણી-2022માં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજલ મયાત્રાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. નાયબ નિયામક તથા નોડલ અધિકારી (PWD)ના નેતૃત્વમાં પંચમહાલ જિલ્લાની શાળાઓ ખાતે વિદ્યાર્થીઓ અને શાળા પરિવારના સફળ સંકલન દ્વારા અવનવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે.

હાલોલ સ્થિત આદર્શ નિવાસી શાળા ખાતે, વયસ્ક અને દિવ્યાંગ મતદારોમાં જાગૃતિ અંગે વિદ્યાર્થીઓ દ્વારા ફૂલોથી રંગોળી બનાવી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ દેશહિત માટે ચાર દાન, રક્તદાન, નેત્રદાન, અંગદાન અને મતદાન શબ્દોની આકૃતિ બનાવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.