સંતરામપુર,
સંતરામપુર તાલુકામાં અલગ અલગ ગામડામાં ખાનગી કુરિયર દ્વારા રફભયબજ્ઞજ્ઞસ, શક્ષતફિંલફિળ અને અન્ય એપ્લિકેશન દ્વારા મોબાઈલના માધ્યમથી મોટાભાગના ગામડાના અને નગરજનો દરેક વસ્તુ હવે ઓનલાઇન મંગાવતા હોય છે. સંતરામપુરમાં રોજની આશરે 300 થી 500 પાર્સલો આવતા હોય છે અને આઠ જેટલા માણસો તેની ડિલિવરી કરતી હોય છે. રોજની ઓનલાઇન બિઝનેસમાં આવકમાં અલગ અલગ કંપનીઓને ચાર થી પાંચ લાખ રૂપિયાની આંકડો પહોંચી ગયેલો જોવા મળી આવેલો છે.
હવે ઓનલાઇનમાં ના માધ્યમથી દરેક પ્રકારની ચીજ વસ્તુઓ ઘર આંગણે આવી જતી હોય છે, સીડી ફ્રીજ એલઇડી અન્ય નાની-મોટી પ્રોડકો કંપની દ્વારા આ ઓનલાઈન માધ્યમથી સૌથી વધારે ફોકસ જોવા મળી આવેલું છે. જેના કારણે રાબેતા મુજબ સ્થાનિક વેપારીઓમાં પણ આની અસર જોવા મળી આવેલી છે. ઓનલાઇન બિઝનેસ શરૂ થતા જ વેપારીઓમાં ધંધા રોજગારમાં મોટી અસર જોવા મળી આવેલી છે. છેલ્લા દોઢ માસમાં સંતરામપુરમાં સ્થાનિક લેવલે ખાનગી કુરિયરની ઓનલાઈનની ઓફિસ ખુલી જતા અને ડીલેવરી કરતા સતત રોજ બનાવી પ્રોડક્ટ આવતી હોય છે. રોજ સવારે 6:00 કલાકે એલપી ગાડી માંથી 300થી 500 દાગીના ઉતરતા હોય છે. સંતરામપુર તાલુકામાં અને ફતેપુરામાં સુખસરમાં મોટાભાગના ગામડામાં સૌથી વધારે ઓનલાઇન માધ્યમ થી ખરીદી કરતા લોકોમાં જોવા મળી આવેલું છે. આ વખતે દરેક વેપારીઓમાં દિવાળીના સમયમાં પણ 30 થી 40 ટકા ઘરાગીમાં મોટો ફેરફાર જોવા મળી આવેલો છે. ઓનલાઇન બિઝનેસમાં મોટાભાગની ખરીદી થતી હોવાની રેશિયો બહાર જોવા મળી આવેલો છે.