કાલોલ,
કાલોલ તાલુકાના ખંડોળી ગામે રહેતી પરણિતાને પતિ અને સાસુએ શારીરિક માનસીક ત્રાસ આપી 30 નવેમ્બરના રોજ લાકડાના દંંડા વડે મારી ઈજાઓ કરી મારી નાખવાની ધમકી આપતાં કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોેંધાઈ.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના ખંંડોળી ગામે રહેતી પરણિતા ક્રિશ્ર્નાબેન વિજયભાઈ રાઠોડને 26 મે 2022 થી 30 નવેમ્બર સુધીના સમયગાળામાં તેમના પતિ વિજય અમરતભાઈ રાઠોડ અને સાસુ કાળીબેન બન્નેએ શારીરિક-માનસીક ત્રાસ આપી 30 નવેમ્બરના રોજ ભયજીભાઈ પરમારના ધર સામે ગાળો આપી માથાના ભાગે લાકડા વડે ઈજાઓ પહોંંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.