ગોધરા,
પંચમહાલ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકો શહેરા, મોરવા(હ), ગોધરા, કાલોલ, હાલોલના કુલ 38 ઉમેદવારો માટે 5 ડીસેમ્બરના રોજ 13,01,043 મતદારો મતદાન કરશે. પંચમહાલ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠક ઉપર 6,65,122 પુરૂષ મતદારો, 6,34,900 મહિલા મતદારો, 19 ત્રીજી જાતિના મતદારો, 1002 સર્વિસ વોટરો, 8011 દિવ્યાંગ મતદારો, 22,063 સિનીયર સીટીઝનૃ 18 થી 19 વર્ષના મતદારો 35,880 મતદારો પોતાના મતાધિકારોનો પ્રયોગ કરશે.
પંચમહાલ જીલ્લાની પાંંચ વિધાનસભા બેઠક ઉપર 1109 મતદાન મથક સ્થળોએ યોજાશે. જેમાં 98 શહેરી વિસ્તારના મતદાન સ્થળો 1011 ગ્રામ્ય વિસ્તારો મતદાન સ્થળોમાં 1501 મતદાન મથકોમાં 181 શહેરી વિસ્તાર અને 1329 ગ્રામ્ય વિસ્તાર મતદાન મથકો ઉભા કરવામાં આવશે. પાંચ વિધાનસભા બેઠકો માટે 5 મોડલ મતદાન મથકો 5 દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો, 5 ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો, 35 સખી મતદાન મથક અને 1 યુવા સંંચાલિત મતદાન મથકોની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. મતદાન માટે 1943 (BO ), 1943 (CU ) EVM અને 2125 VVPAT મશીનોનો ઉપયોગમાં લેવાશે. જીલ્લાની પાંચ બેઠકો ઉપર 8,289 મતદાન સ્ટાફ ચુંટણીની ફરજ બજાવશે.