લુણાવાડા,
મહિસાગર જીલ્લાના બાલાસીનોર પોલીસ મથકના પોકસોના ગુન્હામાંં આરોપી વિરૂદ્ધ લુણાવાડા એડીશનલ જજની કોર્ટમાંં ચાલી જતાં આરોપીને બે વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી.
બાલાસીનોર પોલીસ મથકે આરોપી અજીત રમેશભાઈ ઠાકોર (નવા ઓટા, બાલાસીનોર) 1 વર્ષ અગાઉ 16 વર્ષની સગીરાને એકલતાનો લાભ લઈ શારીરિક છેડછાડ કરેલ હોય તે અંગેની ફરિયાદ નોંંધાઇ હતી. લુણાવાડા એડીશનલ સેશન્સ જજ સ્પે.પોકસો શરૂ થયો હતો અને કેસ ચાલી જતાંં સરકારી વકીલ જયવીરસિંહ જે. સોલંકીની દલીલોને ગ્રાહ્ય રાખી પોસ્કો જજ અને એડીશનલ જજ મમતાબેન એમ.પટેલે સમાજમાંં દાખલો બેસે તેવા ચુકયો આપતા અજીત રમેશભાઈ ઠાકોરને બે વર્ષથી સખત કેદની સજા અને ભોગ બનનારને આરોપીએ 25,000/-રૂપીયાનું વળતર પેટે ચુકવવા હુકમ કરવામાંં આવ્યો.